ઓસ્ટ્રેલિયા મહિલા T20 વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયા મહિલા T20 વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ચેમ્પિયન

 • દક્ષિણ આફ્રિકામાં કેપ ટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં  રમાયેલ મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં યજમાન દેશ(દક્ષિણ આફ્રિકા) ની ટીમને હરાવી ઓસ્ટ્રેલિયા મહિલા T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું.
 • ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠીવાર ટ્રોફી પર કબજો કર્યો હતો,સાથે જ સતત ત્રીજો વર્લ્ડ કપ જીતી મહિલા T20 વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક નોંધાવી હતી. આ પહેલા 2010, 2012 અને 2014માં સળંગ ત્રણ વાર વિશ્વ વિજેતા બન્યુ હતુ.બાદમાં ઓસ્ટ્રેલિયન ટીમ 2018, 2020 અને હવે 2023માં વિશ્વ-વિજેતા બન્યુ છે.

એશ્લે ગાર્ડનર બની પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ

 • ઓસ્ટ્રેલિયાની એશલે ગાર્ડનર ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023 દરમિયાન તેના અદભૂત ઓલરાઉન્ડ પ્રયાસોને કારણે ICC પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ એવોર્ડ વિજેતા છે. ગાર્ડનરે ઓસ્ટ્રેલિયાના વિજયી અભિયાનમાં દસ વિકેટ લીધી હતી અને 110 રન બનાવ્યા હતા.
 • પ્લેયર ઓફ ધ મેચ  : ઓસ્ટ્રેલિયાની સ્ટાર બેટ્સમેન બેથ મૂની

મેગ લેનિંગે 100મી ટી20માં કપ્તાની કરીને રેકોર્ડ સ્થાપ્યો

 • ઓસ્ટ્રેલિયાની સુકાની મેગ લેનિંગે કેપ્ટન તરીકે 100મી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર વિશ્વની સૌપ્રથમ ખેલાડી બની છે. મહિલા અને પુરૂષ ક્રિકેટમાં લેનિંગ ટી20માં કપ્તાનીની સદી પૂર્ણ કરનાર સૌપ્રથમ પ્લેયર રહી છે. ઓસ્ટ્રેલિયાને ચાર વખત સુકાની તરીકે ટી20માં ચેમ્પિયન બનાવવાની ઉપલબ્ધિ પણ તેણે મેળવી છે. 2018 અને 2020માં તેમની જીત બાદ કેપ્ટન મેગ લેનિંગની કપ્તાની હેઠળ આ ટુર્નામેન્ટમાં જીતની હેટ્રિક પૂર્ણ કરી છે.

મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ એલિસ પેરી

 • મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ એલિસ પેરીના નામે છે. પેરીએ કુલ 42 મેચ રમી છે. તેણે વર્ષ 2009 થી 2023 દરમિયાન યોજાયેલા મહિલા T20 વર્લ્ડ કપની તમામ 8 આવૃત્તિઓમાં ઓસ્ટ્રેલિયન ટીમની સભ્ય રહી છે. પેરીએ એક ખેલાડી તરીકે પોતાની કારકિર્દીમાં આઠ વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા છે. જેમાં છ T20 વર્લ્ડ કપ ટાઇટલ (2010, 2012, 2014, 2018, 2020, 2023) ઉપરાંત, તે ઓસ્ટ્રેલિયન ટીમની પણ સભ્ય રહી છે જે વર્ષ 2013 અને 2022માં ODI વર્લ્ડ ચેમ્પિયન બની હતી. પેરી 2022માં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો પણ ભાગ હતી.

 ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023

 • 2023 ICC મહિલા T20 વર્લ્ડ કપ એ ICC મહિલા T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટની આઠમી આવૃત્તિ હતી.
 • ભારતીય ટીમ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરી હતી. ભારતનો સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 રને પરાજય થયો હતો.
 • મહિલા ટી-20 વર્લ્ડ કપમાં પહેલીવાર એવું થશે કે ફિલ્ડ અમ્પાયરથી લઈને મેચ અધિકારીઓ સુધીની દરેક જવાબદારી મહિલાઓ નિભાવી હતી.
 • ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 : બાંગ્લાદેશ
 • ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 : ઈંગ્લેન્ડ

ટી-20 મહિલા વર્લ્ડ કપની વિજેતા ટીમો

 1. વર્ષ  2009 –  ચેમ્પિયન ટીમ  ઇંગ્લેન્ડ
 2. વર્ષ  2010 –  ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
 3. વર્ષ  2012 – ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
 4. વર્ષ  2014 –  ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
 5. વર્ષ  2016 –  ચેમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડિઝ
 6. વર્ષ  2018 –  ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા
 7. વર્ષ  2020 –  ચેમ્પિયન ટીમ   ઓસ્ટ્રેલિયા
 8. વર્ષ 2023 – ચેમ્પિયન ટીમ   : ઓસ્ટ્રેલિયા

Leave a Comment

Share this post