ઓસ્ટ્રેલિયન ઓપન 2023 : પુરુષશ્રેણીમાં નોવાક યોકોવિચ અને મહિલા શ્રેણીમાં અરિના સબાલેન્કા વિજેતા

ઓસ્ટ્રેલિયન ઓપન 2023 : પુરુષશ્રેણીમાં નોવાક યોકોવિચ અને મહિલા શ્રેણીમાં અરિના સબાલેન્કા વિજેતા

 • સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક યોકોવિચે તાજેતરમાં રમાયેલી ઓસ્ટ્રેલિયન ઓપનની પુરૂષ સિંગલ્સની ફાઇનલ મેચમાં ગ્રીસના સ્ટિફેનોસ સિત્સિપાસને પરાજય આપીને પોતાની કારકિર્દીનું દસમું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતી લીધું છે.

પુરુષ સિંગલ્સમાં નોવાક યોકોવિચ વિજેતા

 • નોવાક યોકોવિચે 22 ગ્રાન્ડ સ્લેમ જીતીને પુરૂષ સિંગલ્સ શ્રેણીમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાના રાફેર નડાલના રેકોર્ડની બરાબરી કરી છે. નોવાક યોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન 2023માં જીત મેળવીને પોતાની કારકિર્દીનું 22મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતીને સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર બીજા ક્રમાંકે છે.

મહિલા સિંગલ્સમાં અરિના સબાલેન્કા વિજેતા

 • મહિલા સિંગલ્સ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ઓપન 2023ની ફાઇનલ મેચમાં બેલારૂસની અરિના સબાલેન્કાએ કઝાખસ્તાનની એલિના રિબાકિનાને પરાજય આપ્યો હતો.
 • આ સાથે સબાલેન્કાએ તેની કારર્કિર્દીનું પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ મેળવ્યું હતું.

ઓસ્ટ્રેલિયન ઓપન – 2023

 • ઓસ્ટ્રેલિયન ઓપન – 2023 એ આ ટૂર્નામેન્ટની 111 મી આવૃત્તિ હતી. તેનું આયોજન 16 જાન્યુઆરી, 2023 થી 29 જાન્યુઆરી, 2023 દરમિયાન ઓસ્ટ્રેલિયાના મેલબર્ન પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું.
 • ઓસ્ટ્રેલિયન ઓપન 2023 અંતર્ગત વિજેતાઓ
ક્રમ શ્રેણી વિજેતાઓનું નામ દેશ
1 પુરૂષ સિંગલ્સ નોવાક યોકોવિચ સર્બિયા
2 મહિલા સિંગલ્સ અરિના સબાલેન્કા બેલારૂસ
3 પુરૂષ ડબલ્સ જૈસોન કુબ્લર

રિંકિ હિજિકાતા

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા

4 મહિલા ડબલ્સ બાર્બરા ક્રેઝિકોવા

કેરરિના સિનિઆકોવા

ચેક રિપબ્લિક

ચેક રિપબ્લિક

5 મિક્સ ડબલ્સ લુઇસા સ્ટેફની

રાફેલ માટોસ

બ્રાઝીલ

બ્રાઝીલ

ઓસ્ટ્રેલિયન ઓપન

 • ઓસ્ટ્રેલિયન ઓપન એ ટેનિસ ટૂર્નામેન્ટ છે જેનું આયોજન દર વર્ષે સામાન્ય રીતે જાન્યુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે આવેલા મેલબર્ન પાર્કમાં કરવામાં આવે છે.
 • ચાર ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાંથી વર્ષ દરમિયાન સૌપ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપનનું આયોજન કરવામાં આવે છે.
 • શરૂઆત : વર્ષ 1905 ; મેદાન : હાર્ડકોર્ટ
 • પુરુષ વિભાગમાં સૌથી વધુ વખત ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશિપ વિજેતા ખેલાડી સર્બિયાના નોવાક યોકોવિચ છે, જેઓ 10 વખત વિજેતા બન્યા છે.
 • જ્યારે મહિલા વિભાગમાં સૌથી વધુ વખત ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશિપ વિજેતા ખેલાડી ઓસ્ટ્રેલિયાના માર્ગરેટ કોર્ટ છે, જેઓ 11 વખત વિજેતા બન્યા છે.

વિશેષ

 • ગ્રાન્ડસ્લેમના ઇતિહાસમાં સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ અમેરિકાની સેરેના વિલિયમ્સના નામે છે. જેઓ કુલ 23 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતી ચુક્યા છે.

સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતનાર ખેલાડીઓ

ખેલાડીનું

નામ

ઓસ્ટ્રે.

ઓપન

ફ્રેન્ચ ઓપન વિમ્બલ્ડન યુ.એસ. ઓપન કુલ ગ્રાન્ડ સ્લેમ
નોવાક યોકોવિચ 10 02 07 03 22
રાફેલ નડાલ 02 14 02 04 22
રોજર ફેડરર 06 01 08 05 20

Leave a Comment

Share this post