B20 ઈન્ડિયા ઈન્સેપ્શન મીટિંગ : ગાંધીનગર, ગુજરાત

B20 ઈન્ડિયા ઈન્સેપ્શન મીટિંગ : ગાંધીનગર, ગુજરાત

  • ભારતના અધ્યક્ષપદે ગુજરાતમાં યોજાનારી 20 દેશોના સંગઠન જી-20ની 15 બેઠકો પૈકીની પહેલી બિઝનેસ 20 (B-20) ઇન્સેપ્શન બેઠક ગાંધીનગરમાં 22 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાઇ હતી.
  • ‘B20 ઈન્ડિયા’ની બેઠક “R.A.I.S.E.: જવાબદાર, ઝડપી, નવીન, ટકાઉ અને સમાન વ્યવસાયો” ના લક્ષ્યની આસપાસ કેન્દ્રીત હતી, જે B20 ઈન્ડિયા માટેની થીમ છે.
  • આ B20 ઈન્ડિયા બેઠકના અધ્યક્ષ શ્રી એન ચંદ્રશેખરન(ટાટા સન્સના ચેરમેન) હતા.
  • ભારતીય ઉદ્યોગ પરિષદ (CII)ને ભારત સરકાર દ્વારા ઔપચારિક રીતે B20 સચિવાલય તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે જે ભારતના G20 પ્રમુખપદ દરમિયાન B20નું નેતૃત્વ કરે છે અને તેનું આયોજન કરશે.
  • B20 ઈન્ડિયા સાત ટાસ્ક ફોર્સ અને બે એક્શન કાઉન્સિલ દ્વારા B20 વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરશે અને વૈશ્વિક સ્તરે સુસંગતતા માટે મુખ્ય મુદ્દાઓ પર તેને નીતિઓના અમલીકરણમાં પરિવર્તિત કરશે.
  • 24 જાન્યુઆરી 2023ના રોજ, ગાંધીનગરના પુનિત વન ખાતે યોગ સત્ર અને ઈકો ટૂરનો  પ્રારંભ થયો હતો.
  • આ પછી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ની મુલાકાત લેવામાં આવી હતી, જે અડાલજની વાવની મુલાકાત સાથે સમાપ્ત થઈ હતી.
  • સમગ્ર વિશ્વમાં વર્ષ 2023 ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ તરીકે ઉજવાઇ રહ્યું છે, ત્યારે આ જી-20 બેઠકમાં દેશ-વિદેશના તમામ ડેલિગેટ્સને વિવિધ મિલેટ્સની વાનગીઓ પણ પીરસવામાં આવશે

Leave a Comment

Share this post