ટ્રાન્સજેન્ડર મહિલા એથ્લેટ્સ પર પ્રતિબંધ

ટ્રાન્સજેન્ડર મહિલા એથ્લેટ્સ પર પ્રતિબંધ

  • વર્લ્ડ એથ્લેટિક્સે ટ્રાન્સજેન્ડર મહિલાઓને ફિમેલ વર્લ્ડ રેન્કિંગ ઇવેન્ટ્સમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે.જૂના નિયમ મુજબ ટ્રાન્સજેન્ડર મહિલા એથ્લેટ્સે મહિલાઓની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તેમના લોહીમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર મહત્તમ 5 નેનોમોલ્સ પ્રતિ લિટર સુધી ઘટાડવું જરૂરી હતું અને સ્પર્ધા પહેલા 12 મહિના સુધી આ સ્તર જાળવી રાખવું જરૂરી હતું.

વિશ્વ એથ્લેટિક્સ

  • આ સંસ્થા વર્ષ 1912 થી 2001 સુધી ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન તરીકે જાણીતી હતી ત્યારબાદ વર્ષ 2001 થી 2019 સુધી તે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન તરીકે ઓળખવા લાગી.
  • સ્થાપના : 17 જુલાઈ 1912 (સ્ટોકહોમ, સ્વીડન)
  • મુખ્યમથક : મોનાકો
  • પ્રમુખ : સેબેસ્ટિયન કો (UK)
  • વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નું હંગેરીના બુડાપેસ્ટ ખાતે આયોજન થવાનું છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022 અમેરિકાના યુજેન ખાતે યોજાઇ હતી.
  • વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ : નીરજ ચોપરા (જ્વેલિન: 13m)
  • વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રથમ મેડલ : અંજુ બોબી જ્યોર્જે (લોંગ જમ્પ, વર્ષ 2003માં)

Leave a Comment

Share this post