બાંદીપુર ટાઈગર રિઝર્વ

બાંદીપુર ટાઈગર રિઝર્વ

 • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવા પર કર્ણાટક ચામરાજનગર જિલ્લામાં સ્થિત બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. આ પછી PM એ જિલ્લાની સરહદે તમિલનાડુમાં સ્થિત મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં થેપ્પકાડુ એલિફન્ટ કેમ્પની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન PMએ ઓસ્કાર વિજેતા ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ના પાત્રો માહુત બેલી અને બોમન સાથે પણ વાતચીત કરી હતી.

ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશન (5th round )નો અહેવાલ

 • ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશન (5th round)નો સારાંશ અહેવાલ મુજબ હાલમાં દેશમાં 3167 વાઘ છે. છેલ્લે વાઘની વસ્તી ગણતરી જુલાઈ 2019માં જાહેર કરવામાં આવી હતી ત્યારે ભારતમાં 2,967 વાઘની સંખ્યા હતી. છેલ્લા ચાર વર્ષમાં દેશમાં વાઘની વસ્તીમાં 200 (6.7 ટકા)નો વધારો થયો છે.

પ્રોજેક્ટ ટાઈગર

 • વાઘના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલ, 1973ના રોજ પ્રોજેક્ટ ટાઇગર શરૂ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ એવા સમયે શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે ભારતમાં વાઘની વસ્તી ઝડપથી ઘટી રહી હતી. અહેવાલો પ્રમાણે આઝાદી સમયે દેશમાં 40,000 વાઘ હતા. આ પછી શિકારને કારણે તેઓ ટૂંક સમયમાં 1970 સુધીમાં ઘટીને 2,000થી નીચે આવી ગયા હતા.
 • આ મુદ્દો ત્યારે વધારે ચિંતામાં આવ્યો જ્યારે તે જ વર્ષે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરે વાઘને લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે જાહેર કર્યો. બે વર્ષ પછી ભારત સરકારે વાઘની વસ્તી ગણતરી હાથ ધરી અને જાણવા મળ્યું કે દેશમાં તેમાંથી માત્ર 1,800 જ બચ્યા છે.
 • માત્ર વાઘ જ નહીં પરંતુ અન્ય પ્રાણીઓ અને પક્ષીઓના શિકાર નહીં કરવા માટે તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ 1972માં વન્યજીવન સંરક્ષણ અધિનિયમ બહાર પાડ્યો હતો. વાઘના સંરક્ષણ માટે ઈન્દિરા ગાંધીએ પ્રોજેક્ટ ટાઈગરનું અનાવરણ કર્યું હતું.
 • જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં શરૂ કરાયેલ આ કાર્યક્રમ શરૂઆતમાં 14,000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર ધરાવતા આસામ, બિહાર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા વિવિધ રાજ્યોના નવ વાઘ રિઝર્વમાં શરૂ કરવામાં આવ્યા હતા.
 • જાન્યુઆરી 2005માં રાજસ્થાનના સરિસ્કામાં વાઘના સ્થાનિક સંહારથી પ્રોજેક્ટ ટાઈગરને મોટો ઝટકો લાગ્યો હતો.જેથી તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે વાઘ સંરક્ષણના ભાવિને આકાર આપવા માટે એક ટાસ્ક ફોર્સની સ્થાપના કરી હતી. લગભગ એક વર્ષ પછી સરકારે પ્રોજેક્ટ ટાઇગરનું પુનઃગઠન કર્યું અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ની સ્થાપના કરી હતી.
 • આજે સમગ્ર ભારતમાં 54 વાઘ રિઝર્વ છે, જે 75,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા છે.
 • પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળની કેન્દ્રિય પ્રાયોજિત યોજના (MoEFCC)
 • અમલીકરણ ઓથોરિટી : નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) (સ્થાપન : 2005; HQ: નવી દિલ્હી)
 • તે 1972ના વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ હેઠળ એક વૈધાનિક સંસ્થા છે.
 • 54 ટાઈગર રિઝર્વ સાથે ભારતના 18 રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે (ગુરુ ઘસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન અને છત્તીસગઢમાં તામોર પિંગલા વન્યજીવ અભયારણ્ય નવીનતમ છે)

Leave a Comment

Share this post