હંસની પ્રજાતિ બાર હેડેડ ગૂજ જોવા મળી

હંસની પ્રજાતિ બાર હેડેડ ગૂજ(Goose) જોવા મળી

 • તાજેતરમાં જ ઓડિશાના ગંજમમાં આવેલ રૂશીકુલ્ય નદી ખાતે અગત્યની હંસની પ્રજાતિ એવી બાર હેડેડ ગૂજ જોવા મળી હતી.
 • બાર હેડેડ ગૂજ(Bar headed goose) એ ભારતમાં સ્થળાંતર કરતા અગત્યના યાયાવર પક્ષીઓની પ્રજાતી પૈકીની એક છે.

મુખ્ય બાબતો

 • બાર હેડેડ ગૂજનું વૈજ્ઞાનિક નામ ‘અંસર ઇંડિક્સ’ છે જે વિશ્વમાં સૌથી ઊંચાઇ પર ઊડતાં પક્ષીઓ પૈકી એક છે.
 • મધ્ય એશિયાઇ પ્રદેશોના મૂળ નિવાસી એવા આ પક્ષીઓ 12,000 થી 14,000 ફૂટની ઊંચાઇ પર ઊડીને હિમાલય પર્વતમાળા સહિત વિવિધ ઊંચા પર્વતો પર પસાર થઇ પોતાનો પ્રવાસ કરે છે.
 • આ પક્ષીઓ શિયાળા દરમિયાન દક્ષિણ એશિયાઇ પ્રદેશોમાં સ્થળાંતર કરી આવે છે, પોતાના પ્રવાસ દરમિયાન આ પક્ષીઓ ભારતીય દ્વીપકલ્પ સુધી પહોંચવા માટે રશિયા, કઝાખસ્તાન, મોંગોલિયા તથા તિબેટ અને હિમાલયને પાર કરે છે.
 • દક્ષિણ એશિયાઇ પ્રદેશોમાં શિયાળા દરમિયાન નદીની ભીની જમીનો, પર્વતીય ઘાસના મેદાનો, પૂરગ્રસ્ત કૃષિ વિસ્તારો કે તાજા પાણીના સરોવરો એ આ પક્ષીઓના પસંદગીના વિસ્તારો તરીકે ઓળખાય છે.

દેખાવ અને પરિચય

 • તેને સ્થાનિક ભાષામાં ‘રાજહંસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
 • તેમના માથા પર રહેલી સ્પષ્ટ કાળી પટ્ટીઓના કારણે તેમને દૂરથી ઓળખી શકાય છે, આ કાળી પટ્ટીઓના કારણે જ પક્ષીવિદ્દોએ તેને ‘બાર હેડેડ ગૂજ’ એટલે કે ‘માથે પટ્ટીવાળા હંસ’ નામ આપ્યું હતું.
 • તેના માળાઓ જમીન પર બાંધવામાં આવ્યા હોય છે જેમાં માદા એક સમયે 3 થી 8 ઇંડા મૂકે છે.
 • સામાન્ય રીતે મધ્ય એશિયાઇ વિસ્તારોમાં ચીન અને મોંગોલિયાના પર્વતીય તળાવો નજીક આ પક્ષીઓના માળાઓ આવેલા હોય છે.
 • આ પક્ષીની પ્રજાતી ખૂબ ઊંચા પર્વતો પર જ્યાં 322 પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાય છે તથા તાપમાન પણ અત્યંત નીચું હોય છે ત્યાં ઊડી શકવાની ક્ષમતા ધરાવે છે.
 • આ પક્ષીઓ એક દિવસમાં 1,600 કિ.મી. થી વધુનું સ્થળાંતર કરી શકે છે.
 • ખૂબ ઊંચાઇ પર ઉડવા સક્ષમ આ પક્ષીઓના શરીરમાં રહેલું ખાસ હિમોગ્લોબિન તેમને હાઇપોક્સિયાની સ્થિતિમાં વાતાવરણમાંથી ઊંચા દરે ઓક્સિજન લેવા તથા તેના વપરાશમાં મદદ કરે છે.
 • IUCN હેઠળ તેમને ‘Least concern’ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.

રૂશીકુલ્ય નદી

 • રૂશીકુલ્ય નદી એ ઓડિશાની મુખ્ય નદીઓ પૈકીની એક છે.
 • તે ઓડિશાના કંધમાલ અને ગંજમ જિલ્લાના સમગ્ર જળસ્ત્રાવ વિસ્તારને આવરી લે છે.
 • પૂર્વીય ઘાટમાં ડારિંગ બાડી ટેકરીઓમાં આશરે 1,000 મીટરની ઊંચાઇએ ઉદ્ભવી અને ગંજમના પુરુના બંધ પાસે બંગાળની ખાડીને મળે છે.
 • બગુઆ, ધનેઇ, બદનદી વગેરે તેની અગત્યની ઉપનદીઓ છે.

વિશેષ

 • હાઇપોક્સિયા (Hypoxia): સરળ શબ્દોમાં કહીએ તો હાઇપોક્સિયા એટલે એવી સ્થિતિ જેમાં જે તે સજીવની માંસપેશીઓમાં જરૂરિયાત કરતાં ઓછો ઓક્સિજન પહોંચે છે.

Leave a Comment

Share this post