ભારતીય ખેલાડીઓ માટે BCCIનો નવો સિલેક્શન માપદંડ

ભારતીય ખેલાડીઓ માટે BCCIનો નવો સિલેક્શન માપદંડ

  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ભારતીય ખેલાડીઓની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી કરવા માટે ડેક્સા બોન ડેન્સિટી ટેસ્ટ અને યો-યો ટેસ્ટ ફરજિયાત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

યો-યો ટેસ્ટ વિશે

  • યો-યો ટેસ્ટમાં કુલ 23 લેવલ હોય છે. જેમાંથી ક્રિકેટર્સ માટે 5માં લેવલથી શરૂઆત થતી હોય છે. BCCIએ યો-યો ટેસ્ટ પાસ કરવા માટે સ્કોર 16.1 રાખ્યો છે.
  • 20 મીટર દૂર એક કોન (શંકુ આકારની વસ્તુ) રાખવામાં આવે છે અને ખેલાડીએ તેના સુધી દોડીને પહોંચવાનુ હોય છે અને ત્યારબાદ તેણે દોડીને પરત મૂળ જગ્યાએ પાછા ફરવાનુ હોય છે. એટલે કે, જવા અને પરત ફરવાના કુલ 40 મીટર એક ચોક્કસ સમયમર્યાદામાં પુર્ણ કરવાના હોય છે. જેમ જેમ આ લેવલ વધતા જાય એમ-એમ આ અંતરને પૂર્ણ કરવાનો સમય પણ ઘટતો જતો હોય છે. જેને સોફ્ટવેર દ્વારા માપવામાં આવતો હોય છે અને તેના દ્વારા એક સ્કોર બનતો જતો હોય છે.

ડેક્સા ટેસ્ટ વિશે

  • ખેલાડીઓનું ફિટનેસનુ ચેકઅપ વૈજ્ઞાનિક પદ્ધતી મુજબનુ બનાવવા માટે ડેક્સા ટેસ્ટને સામેલ કરવામાં આવ્યુ છે.
  • ડેક્સા એટલે ડ્યુઅલ-એનર્જી એક્સ-રે એબ્સોર્પ્ટિઓમેટ્રી. આ એક સ્કેન પદ્ધતિ છે, જે હાડકાની મજબૂતાઈને માપવા માટે એક્સ-રે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને હાડકામાં કોઈપણ પ્રકારના ફ્રેક્ચરની શક્યતા વિશે પણ સચોટ જાણકારી પ્રદાન કરે છે. તેને ‘બોન ડેન્સિટી ટેસ્ટ’ પણ કહેવામાં આવે છે.
  • આ એક ખાસ પ્રકારનો એક્સ-રે છે જે ઉચ્ચ ઊર્જાના અને ઓછી ઊર્જાના એમ બે પ્રકારના તરંગો ઉત્પન્ન કરે છે જે હાડકામાંથી પસાર થાય છે અને ઉત્સર્જિત એક્સ-રેની સંખ્યાને માપીને ઘનતા નક્કી કરવામાં આવે છે.
  • આ ટેસ્ટ થકી બોડી ફેટ પર્સેન્ટેઝ, વજન અને ટિશ્યૂ અંગેની તમામ જાણકારી મેળવી શકાય છે જેથી ખેલાડીની ફિટનેસ ક્ષમતાની ચોક્કસ માહિતી પ્રાપ્ત કરી શકાય છે.

Leave a Comment

TOPICS : ,

Share this post