વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શહેરો : Quacquarelli Symonds (QS) રેન્કિંગ 2024

વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શહેરો : Quacquarelli Symonds (QS) રેન્કિંગ 2024

  • Quacquarelli Symonds (QS) બેસ્ટ સિટીઝ ફોર સ્ટુડન્ટ્સ રેન્કિંગ્સ 2024 જાહેર કરવામાં આવ્યા છે, આ રેન્કિંગ અનુસાર, વિદ્યાર્થીઓને રહેવા માટે લંડન વિશ્વનું શ્રેષ્ઠ શહેર છે. લંડન વધુ એક વર્ષ માટે ટોચના સ્થાને રહ્યું હોય એવું સતત પાંચમી વખત બન્યું છે. QS વર્લ્ડ બેસ્ટ સિટી રેન્કિંગમાં ટોક્યોએ બીજું સ્થાન મેળવ્યું છે અને સિઓલ ત્રીજા સ્થાને છે. આ વર્ષે પણ QS બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ 2024 રેન્કિંગમાં ભારતના મુખ્ય શહેરોમાંથી કોઈએ ટોચના 100 વૈશ્વિક શહેરોની યાદીમાં સ્થાન મેળવ્યું નથી.
  • તમામ મોટા શહેરોએ પાછલા વર્ષના રેન્કિંગની તુલનામાં તેમની વૈશ્વિક રેન્કિંગમાં ઘટાડો અનુભવ્યો છે. આ વર્ષે, મુંબઈએ QS વિશ્વ શ્રેષ્ઠ રેન્કિંગમાં વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ ભારતીય શહેર તરીકે 118મુ સ્થાન મેળવ્યું છે.
  • દિલ્હીએ તાજેતરની Quacquarelli Symonds (QS) રેન્કિંગમાં બીજા સૌથી વધુ પસંદગીના વિદ્યાર્થી-મૈત્રીપૂર્ણ શહેર તરીકે 132મું સ્થાન મેળવ્યું છે, ત્યારબાદ બેંગલુરુ 147માં અને ચેન્નાઈ 154માં ક્રમે છે.

Leave a Comment

Share this post