ભારતરત્ન પંડિત ભીમસેન જોશીની જન્મજયંતી

ભારતરત્ન પંડિત ભીમસેન જોશીની જન્મજયંતી

 • ભીમસેન જોશી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત પરંપરાના એક ભારતીય ગાયક હતા. તેમનો જન્મ 4 ફેબ્રુઆરી,1922ના રોજ ભારતના કર્ણાટક રાજ્યના ગડગ ખાતે એક કન્નડ માધવા પરિવારમાં થયો હતો.
 • તેઓ ખયાલ પ્રકારના સંગીત તેમજ ભક્તિ સંગીત (જેમકે, ભજન અને અભંગ) માટે વિખ્યાત છે.
 • પિતાનું નામ : ગુરૂરાજ જોશી
 • માતાનું નામ : ગોદાવરીબાઈ
 • ભીમસેમ જોશી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરણ ઘરાના સાથે સંબંધ ધરાવે છે.
 • 1964માં અફઘાનિસ્તાનના રાજા મોહમ્મદ ઝહીર શાહે જાતે પંડિત ભીમસેનને કાબુલમાં એક સંગીત સમારોહમાં આમંત્રિત કર્યા હતા.
 • 2009માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક તરીકે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા.
 • સંગીતની દુનિયામાં પંડિત ભીમસેન ગોડ ઓફ સિંગિંગ અથવા ગોડ ઓફ મ્યુઝિક તરીકે ઓળખાય છે
 • તેમણે રેકોર્ડ કરેલ ભક્તિસંગીત મરાઠીમાં સંતવાણી અને કન્નડમાં દાસવાણી છે
 • વર્ષ 2021 માં જાહેરાત કરવામાં આવી કે આકાશવાણી દ્વારા દર વર્ષે યોજાતું આકાશવાણી સંગીત સંમેલન હવેથી પંડિત ભીમસેન જોશી સંગીત સંમેલન તરીકે ઓળખાશે.

એવોર્ડ્સ

 • 1972 – પદ્મશ્રી
 • 1976 – સંગીત નાટક અકાદમી એવોર્ડ
 • 1985 – પદ્મભૂષણ
 • 1999 – પદ્મવિભૂષણ
 • 2002 – મહારાષ્ટ્ર ભૂષણ
 • 2009 – ભારત રત્ન

Leave a Comment

Share this post