ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ઠ સનદી અધિકારીઓની યાદીમાં પસંદગી પામ્યા

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ઠ સનદી અધિકારીઓની યાદીમાં પસંદગી પામ્યા

  • સુશાસન થકી જન જન સુધી યોજનાકિય લાભો પહોચાડવા બદલ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ઠ સનદી અધિકારીઓની યાદીમાં પસંદગી પામ્યા છે.
  • યાદીમાં સ્થાન પામનાર એકમાત્ર ગુજરાતી અધિકારી છે.
  • તેમના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ ચાર રાષ્ટ્રીય યોજનાઓ હેઠળ જિલ્લાના ૧૦૦ ટકા લાભાર્થીઓને આવરી લીધા છે. આ યોજના વિધવાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે હતી. તેમણે લાભાર્થીઓને ઓળખવા અને નોંધણી કરવા માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબરો સાથે “ઉત્કર્ષ પહેલ” નામથી ડ્રાઈવ શરૂ કરી હતી.
  • તેમણે “ઉત્કર્ષ સહાયક” નામના વિદ્યાર્થી સ્વયંસેવકો સાથે તેમણે લાભાર્થીઓને ફોર્મ ભરવામાં મદદ કરીને અનોખી પહેલ કરી ઉમદા કામ કર્યું છે.
  • ભરૂચ જિલ્લા કલેકટરે જૂન 2022માં ‘માય લિવેબલ ભરૂચ’ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે.
  • વર્ષ ૨૦૨૨માં ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક પરિચય કરાવનાર ભરૂચ દેશનો પ્રથમ જિલ્લો બન્યો હતો.

Leave a Comment

Share this post