ભીમા-કોરેગાંવ યુદ્ધની વર્ષગાંઠ

  • 1 જાન્યુઆરી, 2023ના રોજ ભીમા-કોરેગાંવ યુદ્ધની 205મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.
  • સમગ્ર દેશમાંથી અનુસૂચિત જાતિના લાખો લોકો આ દિવસે મહારાષ્ટ્રના પૂણે નજીક ભીમા-કોરેગાંવ ગામમાં અંગ્રેજો દ્વારા બનાવેલ રણસ્તંભ (વિજય સ્તંભ) પાસે આ યુદ્ધની વર્ષગાંઠ મનાવવા ભેગા થાય છે.

ભીમા-કોરેગાંવ યુદ્ધ વિશે

  • 1 જાન્યુઆરી, 1818ના રોજ અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને પેશ્વા બાજીરાવ બીજાના નેતૃત્વ હેઠળ યુદ્ધ થયું હતું (ત્રીજા એંગ્લો-મરાઠા યુદ્ધના ભાગ સ્વરૂપે).
  • બાજીરાવ બીજાના નેતૃત્વમાં આશરે 30,000 સૈનિકો પુણે પર હુમલો કરવા જઈ રહ્યા હતા ત્યારે પુણેથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલા ભીમા નદીના કિનારે મહારાષ્ટ્રની મહાર જાતિના 500થી પણ વધુ સૈનિકોએ કેપ્ટન ફ્રાંસિસ સ્ટોન્ટન્ટની આગેવાનીમાં પેશવાઓ સામે લડીને તેમના ઇરાદાઓને નાકામયાબ કર્યા હતા અને પેશવાઓને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.
  • આ લડાઈના સ્મારક સ્વરુપે જ અંગ્રેજો દ્વારા કોરેગાંવ ખાતે વિજય સ્તંભ ઉભો કરવામાં આવ્યો હતો.

Leave a Comment

TOPICS : ,

Share this post