ભારત અને તાંઝાનિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર રાષ્ટ્રીય ચલણમાં

ભારત અને તાંઝાનિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર રાષ્ટ્રીય ચલણમાં

  • ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ભારત અને તાંઝાનિયાને દ્વિપક્ષીય વેપાર કરવા માટે પોતાના રાષ્ટ્રીય ચલણનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. આ પદ્ધતિ હેઠળ, ભારતમાં અધિકૃત બેંકો તાન્ઝાનિયાની અનુરૂપ બેંકોના સ્પેશિયલ રુપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ (SRVA) ખોલશે.તાંઝાનિયાની બેંકોએ અધિકૃત ભારતીય બેંકોનો સંપર્ક કરીને ભારતમાં વિશેષ રૂપિયા વોસ્ટ્રો એકાઉન્ટ્સ ખોલવા પડશે.
  • બેંક ઓફ બરોડાએ તાન્ઝાનિયા સહિત વિવિધ દેશોમાં સ્થિત તેની વિદેશી શાખાઓ અને પેટાકંપનીઓ માટે SRVA ખોલવા માટે RBIની મંજૂરી મેળવી છે. આ વ્યવસ્થા હવે તાન્ઝાનિયા, કેન્યા, યુગાન્ડા, બોત્સ્વાના, ફિજી, જર્મની, ગુયાના, ઇઝરાયેલ, મલેશિયા, મોરેશિયસ, મ્યાનમાર, ન્યુઝીલેન્ડ, ઓમાન, રશિયા, સેશેલ્સ, સિંગાપોર, શ્રીલંકા અને યુનાઇટેડ કિંગડમ જેવા 18 દેશોમાં લાગુ થશે.

તાન્ઝાનિયા

  • તાન્ઝાનિયા મધ્યપૂર્વ આફ્રિકામાં આવેલ દેશ છે.
  • આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ કિલીમંજારો(5,895 મીટર) અહીં આવેલો છે. તેમાં ત્રણ જ્વાળામુખી શંકુ કિબો, માવેન્ઝી અને શિરા આવેલ છે.
  • રાજધાની : ડોડોમા
  • ચલણ : તાંઝાનિયન શિલિંગ
  • વડા પ્રધાન : કાસિમ મજલિવા

Leave a Comment

Share this post