વેણીભાઈ જમનાદાસ પુરોહિતની જન્મજયંતી

વેણીભાઈ જમનાદાસ પુરોહિતની જન્મજયંતી

 • ગુજરાતી સાહિત્યને “તારી આંખનો અફીણી” જેવા ઉત્તમ પ્રણય ગીતો આપનાર સ્વર્ગસ્થ શ્રી વેણીભાઈ પુરોહિતને તેમના જન્મદિવસ પર તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ.
 • તેઓ ગુજરાતી કવિ અને વાર્તાકાર હતા.
 • જન્મ : 1 – ફેબ્રુઆરી, 1916 ; જામખંભાળીયા
 • અવસાન: 3 – જાન્યુઆરી, 1980 ; મુંબઇ
 • ઉપનામ: સંત ખુરશીદાસ
 • કવિતા :  સિંજારવ, ગુલઝારે શાયરી, દીપ્તિ, આચમન, સહવાસ (બાલમુકુંદ દવે સાથેનો સંયુક્ત કાવ્ય સંગ્રહ)
 • વાર્તાસંગ્રહ : અત્તરના દીવા, વાંસનું વન, સેતુ
 • સંપાદન : કાવ્યપ્રયાગ
 • ઉમાશંકર જોષી તેમને બંદો બદામી કહેતા હતા. કવિ બાલમુકુંદ દવે તેમના ખાસ મિત્ર હતા. ગુજરાતી ચલચિત્ર કંકુ ના બધા ગીતો તેમના લખેલા છે.
 • અખા ભગત ના ઉપનામથી એમણે જન્મભૂમિમાં “ગોફણ ગીતા” નામે કટાક્ષ-કટાર ચલાવી હતી.
 • નાનકડી નારનો મેળો, ઝરમર, અમારા મનમાં, પરોઢિયાની પદમણી વગેરે નોંધપાત્ર ગીતો છે.
 • નયણાં, અમલકટોરી, હેલી, વિસામો, સુખડ અને બાવળ વગેરે ઉત્તમ ભજનો છે.
 • “ડાકુરાણી ગંગા”, “ગુણ સુંદરીનો ઘરસંસાર”, “બહુરૂપી”, “ગજરા મારુ”, “ધરતીના છોરું”, “ઘરસંસાર” વગેરે ચલચિત્ર માં પણ તેઓએ ગીતો લખ્યાં હતાં.
 • તેમણે લખેલું તારી આંખનો અફીણી ગીત અત્યંત લોકપ્રિય બન્યું હતું.

Leave a Comment

Share this post