સર શાંતિ સ્વરૂપ ભટનાગરની જન્મજયંતી

સર શાંતિ સ્વરૂપ ભટનાગરની જન્મજયંતી

 • જન્મ :  21 ફેબ્રુઆરી,1894 ભેરા જિ. શાહપુર
 • અવસાન :  1 જાન્યુઆરી,1955 દિલ્હી
 • ખ્યાતનામ વિજ્ઞાની, પ્રશાસક, સંગઠનકર્તા અને ઉર્દૂ ભાષાના ગુણવંતા કવિ હતા.
 • કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) ના પ્રથમ ડિરેક્ટર-જનરલ હતા.
 • તેઓ ભારતમાં “સંશોધન પ્રયોગશાળાઓના પિતા” તરીકે આદરવામાં આવે છે.
 • તેઓ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) ના પ્રથમ અધ્યક્ષ પણ હતા.
 • વર્ષ 1958 માં તેમના નામ અને વારસાને માન આપવા માટે, ભારતીય વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) એ વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં નોંધપાત્ર યોગદાન આપનારા વૈજ્ઞાનિકો માટે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારની સ્થાપના કરી.
 • બૅંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ માટે જેમ્સ ઇરવિનના અધ્યક્ષપદે પરામર્શ સમિતિ નિમાઈ હતી, તેના સભ્યપદે વાઇસરૉયે ભટનાગરને નીમ્યા હતા.
 • તેમના ર્દષ્ટિવંત પ્રયાસોને કારણે દિલ્હીમાં રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા (NPL),પુણેમાં રાષ્ટ્રીય રસાયણ પ્રયોગશાળા (NCL),હૈદરાબાદમાં ભૂભૌતિકવિજ્ઞાનની,ગોવામાં સમુદ્રવિજ્ઞાનની,બૅંગ્લોરમાં વૈમાનિકીની,જમશેદપુરમાં ધાતુવિદ્યાની અને પિલાણીમાં ઇલૅક્ટ્રૉનિક્સની પ્રયોગશાળાઓ ચાલુ કરી.
 • સ્વતંત્ર ભારતમાં, તેઓ ઇન્ડિયન કેમિકલ સોસાયટી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઑફ ઇન્ડિયા અને ઇન્ડિયન નેશનલ સાયન્સ કૉંગ્રેસના પ્રમુખ હતા.
 • વર્ષ 1954માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા
 • વર્ષ 1938માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના રસાયણ વિભાગના અધ્યક્ષ તરીકે રહ્યા. 1945માં આ કૉંગ્રેસના તેઓ સર્વાધિક (general) પ્રમુખ તરીકે વરણી પામ્યા.

Leave a Comment

Share this post