શ્રી રામકૃષ્ણ પરમહંસની જન્મજયંતી

શ્રી રામકૃષ્ણ પરમહંસની જન્મજયંતી

  • સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રનાં ગુરુ દક્ષિણેશ્વરનાં ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતા.
  • જન્મ : 18/02/1836
  • અવસાન : 16/08/1886
  • જન્મસ્થળ : કામારપુકુર
  • મૂળનામ : ગદાધર
  • રાશિ પ્રમાણે નામ : શંભુચંદ્ર
  • માતાનું નામ : ચંદ્રમણિ
  • પિતાનું નામ : ખુદીરામ
  • રામકૃષ્ણ પરમહંસ કલકત્તાના “કાલી મંદિર”ના પૂજારી હતા.તેમણે સમજાવ્યું કે વિચાર, ધ્યાન અને ભક્તિ એ ભગવાનને પ્રાપ્ત કરવાનો સારો માર્ગ છે. તેમણે “પરમહંસ મઠ” ની સ્થાપના કરી અને કહ્યું કે ધાર્મિક મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ “માનવ સેવા” છે.
  • રામકૃષ્ણ મિશન એક હિંદુ ધાર્મિક અને આધ્યાત્મિક સંગઠન છે જેની સ્થાપના સ્વામી વિવેકાનંદ દ્વારા 1લી મે,1897ના રોજ કરવામાં આવી હતી. સંસ્થાનું મુખ્યાલય બેલુર મઠ, હાવડા, પશ્ચિમ બંગાળ ખાતે આવેલું છે.

Leave a Comment

Share this post