ભારતીય માનક બ્યુરો દ્વારા ઔદ્યોગિક એકમો અને પ્રયોગશાળાઓના મેપિંગ માટે પોર્ટલની શરૂઆત

ભારતીય માનક બ્યુરો દ્વારા ઔદ્યોગિક એકમો અને પ્રયોગશાળાઓના મેપિંગ માટે પોર્ટલની શરૂઆત

  • ભારતીય માનક બ્યુરોના 76માં સ્થાપના દિવસ (6 જાન્યુઆરી 2023) નિમિત્તે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન  ઔદ્યોગિક એકમો અને પ્રયોગશાળાઓના મેપિંગ માટે પોર્ટલની શરૂઆત કરવામાં આવી હતી.
  • ઉપરાંત, તેઓએ આ પ્રસંગે સ્ટાન્ડડ્ ર્સ નેશનલ એક્શન પ્લાન, 2022-27; નેશનલ બિલ્ડીંગ કોડ ઓફ ઇન્ડિયા(NBC-2016)ની રિવિઝન એક્સરસાઇઝ; રિવાઇઝ્ડ નેશનલ ઇલેક્ટ્રીકલ કોડ ઓફ ઇન્ડિયા – 2023 અને નેશનલ બિલ્ડીંગ કોડ ઓફ ઇન્ડિયા- 2016 તેમજ નેશનલ ઇલેક્ટ્રીકલ કોડ ઓફ ઇન્ડિયા પર તાલીમ અભ્યાસક્રમો પણ શરૂ કર્યા હતા.

ઔદ્યોગિક એકમો અને પ્રયોગશાળાઓના મેપિંગ માટે પોર્ટલ સંબંધિત મહત્ત્વની બાબતો

  • ઔદ્યોગિક એકમો અને પ્રયોગશાળાઓના મેપિંગ માટે પોર્ટલ એ સમગ્ર ભારતમાં ઔદ્યોગિક એકમો અને પ્રયોગશાળાઓ વિશેની માહિતી માટેનું કેન્દ્રીય મંચ છે તેમજ તે પરીક્ષણ સુવિધાઓનું વિશ્લેષણ પણ સક્ષમ કરે છે અને ઉદ્યોગસાહસિકોને પરીક્ષણ સુવિધાઓ વિશે માહિતી મેળવવામાં મદદ કરે છે.
  • શાળાઓમાં સ્ટાન્ડર્ડ ક્લબ્સ પહેલ દ્વારા ભારતીય માનક બ્યુરોનો ઉદ્દેશ ધોરણ- 9 અને તેથી વધુના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી કેન્દ્રીત પ્રવૃત્તિઓ દ્વારા ગુણવત્તા અને માનકીકરણના ખ્યાલોથી ઉજાગર કરવાનો છે.
  • સ્ટાન્ડડ્ ર્સ નેશનલ એક્શન પ્લાન(SNAP), 2022-27 એ ઉભરતી તકનીકો અને ટકાઉપણું તેમજ આબોહવા પરિવર્તનની સમસ્યાઓને પહોંચી વળવા માટે માનકીકરણ માટે મજબૂત પાયા તરીકે કાર્ય કરશે.
  • નેશનલ ઇલેક્ટ્રીકલ કોડ ઓફ ઇન્ડિયા – 2023ની શરૂઆત સાથે, ભારત માનક બ્યુરોનો હેતુ સમગ્ર ભારતમાં વિદ્યુત સ્થાપન પ્રથાઓનું નિયમન કરવાનો છે.
  • વર્ષ 1985માં, ભારતની પ્રથમ રાષ્ટ્રીય વિદ્યુત સંહિતા ઘડવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ 2011માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો.
  • સુધારેલા નેશનલ ઇલેક્ટ્રીકલ કોડ ઓફ ઇન્ડિયામાં હોસ્પિટલો, સામુદાયિક સુવિધાઓ, હોટેલ્સ, સ્વિમિંગ પુલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ઇલેક્ટ્રીક વાહનો અને બહુમાળી ઇમારતો માટે સપ્લાય જેવા વિશિષ્ટ સ્થાનો પર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન સંબંધિત આવશ્યકતાઓ જેવા નવા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Leave a Comment

TOPICS : , ,

Share this post