બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ(BIND) યોજના

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રૂ. 2,539.61 કરોડના ભંડોળ સાથે બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક ડેવલપમેન્ટ (BIND) યોજનાને મંજૂરી આપી. આ એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.

BIND યોજના વિશે

  • ભારતના જાહેર પ્રસારણકર્તા તરીકે, પ્રસાર ભારતી એ DD અને AIR દ્વારા દેશના દૂરના વિસ્તારોમાં લોકો માટે માહિતી, શિક્ષણ, મનોરંજન અને જોડાણના નિર્ણાયક સ્ત્રોત તરીકે સેવા આપે છે. તેથી જ આ યોજના દ્વારા પ્રસાર ભારતી એટલે કે ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) અને દૂરદર્શન (DD) માટે આંતરમાળખાનું વિસ્તરણ, અપગ્રેડેશન અને ડિજિટલ સામગ્રી તથા વિતરણ નેટવર્કને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
  • યોજનાનો ઉદ્દેશ્ય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને પ્રેક્ષકો માટે ઉચ્ચ-ગુણવત્તાવાળી સામગ્રી પ્રદાન કરવાનો અને વધુ ચેનલોને સમાવવા માટે DTH પ્લેટફોર્મની ક્ષમતાને અપગ્રેડ કરીને વિવિધ સામગ્રીની ઉપલબ્ધતા વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.
  • આ યોજના થકી અંતરિયાળ, આદિવાસી, ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત અને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને 8,00,000 થી વધુ લોકોને ફ્રી DTH ડિશ પણ આપવામાં આવશે.

પ્રસાર ભારતી વિશે

  • પ્રસાર ભારતી એ ભારતમાં જાહેર સેવા પ્રસારણકર્તા છે, જેની સ્થાપના 1997માં સંસદના અધિનિયમ દ્વારા કરવામાં આવી હતી. તે એક વૈધાનિક સંસ્થા છે જે દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોનું સંચાલન કરે છે, જે દેશના બે સૌથી મોટા મીડિયા સંગઠનો છે.
  • પ્રસાર ભારતી સમગ્ર ભારતમાં ટેલિવિઝન અને રેડિયો સિગ્નલના વિતરણ અને ટેલિવિઝન તથા રેડિયો પ્રોગ્રામિંગના પ્રસારણ માટે જવાબદાર છે. સંસ્થાનો ઉદ્દેશ જાહેર જનતાને નિષ્પક્ષ, સચોટ અને વ્યાપક સમાચાર અને માહિતી કરીને સાંસ્કૃતિક વિવિધતા તથા રાષ્ટ્રીય એકીકરણને પ્રોત્સાહન આપવાનો છે.
  • પ્રસાર ભારતી તેની વિવિધ પ્રોગ્રામિંગ પહેલ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને વારસાને પ્રોત્સાહિત કરવામાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

દૂરદર્શન સમાચાર અને ડીડી ઈન્ડિયા (ડીડી ન્યૂઝ અને ડીડી ઈન્ડિયા) : આ બે ભારતના જાહેર સેવા પ્રસારણકર્તા પ્રસાર ભારતીની બે સમાચાર ચેનલો છે જે 24×7 ધોરણે અંગ્રેજી અને હિન્દીમાં સમાચાર અને વર્તમાન બાબતોના કાર્યક્રમોનું પ્રસારણ કરે છે.

Leave a Comment

Share this post