અધધ.. રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું ગુજરાત રાજ્યનું વર્ષ 2023-24 માટેનું અંદાજપત્ર(બજેટ) રજૂ

 અધધ.. રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું ગુજરાત રાજ્યનું વર્ષ 2023-24 માટેનું અંદાજપત્ર(બજેટ) રજૂ

 

  • ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું ગુજરાત રાજ્યનું વર્ષ 2023-24 માટેનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. અમૃતકાળનું આ અંદાજપત્ર ગુજરાતના ગ્રોથનું એન્જિન 5 પિલર્સ પર આધારિત છે. તેમાં પણ માત્ર 3 સેક્ટરમાં અધધ.. 85 હજાર કરોડની ફાળવણી કરાઈ છે.

અંદાજપત્રીય જોગવાઇ (₹ કરોડમાં)

વર્ષ 2022-23ના અંદાજો વર્ષ 2023-24ના અંદાજો
2,43,964.72 3,01,021.61
અંદાજપત્રના કદમાં વધારો 23%
  • મૂડી ખર્ચ                                                                                                              
વર્ષ 2022-23ના અંદાજો વર્ષ 2023-24ના અંદાજો
38,052.00 72,509.00
મૂડી ખર્ચ-જોગવાઇમાં વધારો 91%
  • મહત્તમ વધારો આપેલ છે તેવા વિભાગો (રૂ. કરોડમાં)                                                                    
વિભાગ વર્ષ 2022-23ના અંદાજો વર્ષ 2023-24ના અંદાજો વધારો
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ 4782 5580 798.00(16.7)
આદિજાતિ વિકાસ વિભાગ 2910 3410 501 (17.20%)
શિક્ષણ વિભાગ 34884 43650 8766.43 (25.10%)
આરોગ્ય અને પરિવાર કલ્યાણ 12,240 15,182 2941 (24%)
મહિલા અને બાળ કલ્યાણ વિભાગ 4976 6064 1088 (21.90%)
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ 14,297 19,685 5388 (37.70%)
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગ 1526 2165 639 (41.90%)
માર્ગ અને મકાન વિભાગ 12024 20641 8617.65 (71.70%)
નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ 15622 22405 6783.94 (43.40%)
પ્રવાસન વિભાગ 769 2077  1308 (170%)

 

વિકાસની પરિકલ્પનાના પાંચ મુખ્ય સ્તંભ::

  • પહેલો સ્તંભ: સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને પાયાની સુવિધાઓ સાથે સામાજિક સુરક્ષા
  • દ્વિતીય સ્તંભ: માનવ સંસાધનનો વિકાસ
  • તૃતીય સ્તંભ: વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સવલતો ઊભી કરવી
  • ચોથો સ્તંભ: કૃષિ, ઔદ્યોગિક અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ
  • પાંચમો સ્તંભ: ગ્રીન ગ્રોથ

(1) પ્રથમ સ્તંભ: ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ માટે પાયાની સુવિધાઓ સહિત સામાજિક સુરક્ષા: આગામી પાંચ વર્ષમાં અંદાજે રૂ. બે લાખ કરોડ.

  • કોટવાળિયા, કોલઘા, કાથોડી, સીદ્દી, પઢાર જેવી આદિમજુથો તેમજ હળપતિઓના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના.
  • શ્રમયોગીઓના કલ્યાણ માટે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના.
  • શ્રમિકોને રૂ. 5 ના નજીવા દરે ભોજન ઉપલબ્ધ કરાવતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારી નવા 150 કેન્‍દ્રો
  • સામાજિક સુરક્ષાની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ રાજ્યના જરૂરિયાતમંદ કુટુંબ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પ્રત્યેક કુટુંબને કુટુંબ ઓળખપત્ર.

(A.) સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કુલ 5580 કરોડની જોગવાઇ.

  • અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ લઘુમતીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતા.
  • પાત્રતા ધરાવતી વ્યક્તિઓ સરળતાથી અરજી કરી શકે તે માટે આ યોજનાઓનું ઇ-ગ્રામ યોજના સાથે જોડાણ.

(B.) શૈક્ષણિક ઉત્કર્ષ

  • પી.એમ. યશસ્વી પ્રિ.મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત અંદાજે 10 લાખ વિકસતી જાતિના વિધાર્થીઓને `4 હજાર થી `20 હજાર સુધીની શિષ્યવૃત્તિ આપવા માટે `562 કરોડ.

(C.) શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2538 કરોડની જોગવાઇ

  • અદ્યતન કુશળતા પ્રદાન કરવા પાંચ ITI ને મેગા ITI માં રૂપાંતરિત કરવા માટે `155 કરોડ.
  • શ્રમિકોને `5 ના નજીવા દરે ભોજન ઉપલબ્ધ કરાવવા માટેની શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત `85 કરોડ.

(2) દ્વિતીય સ્તંભ : માનવ સંસાધન વિકાસ: આગામી 5 વર્ષમાં અંદાજે `4 લાખ કરોડ.

  • આગામી વર્ષથી મધ્યાહ્‍ન ભોજન અને આંગણવાડીમાં આવા શ્રીઅન્ન (મિલેટ)નો સમાવેશ.
  • શ્રીઅન્નનો ઉપયોગ વધારવા વ્યાજબી ભાવની અનાજની દુકાનોમાં વિતરણ
  • પ્રધાનમંત્રી જનઆરોગ્ય-મા યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા રાજ્યના 85 લાખ જેટલા કુટુંબોને નિ:શુલ્ક સારવાર. કુટુંબદીઠ વીમાની વાર્ષિક મર્યાદા `5 લાખથી વધારીને `10 લાખ.
  • `4200 કરોડની વર્લ્ડ બેંકની લોન તેમજ તાંત્રિક સહાય સાથે “શ્રેષ્ઠ ગુજરાત” બહુ આયામી આરોગ્યલક્ષી યોજનાનો આગામી પાંચ વર્ષમાં અમલ. આ યોજના થકી આરોગ્ય સેવાઓની ગુણવત્તાનું સર્ટીફિકેશન તથા લેબોરેટરી ઇન્‍ફોર્મેશન મેનેજમેન્‍ટ સિસ્ટમ દ્વારા ચેપી રોગો સામે પૂર્વ નિયોજિત પગલાઓનું માળખું.
  • સરકારી ડિગ્રી ઇજનેરી અને પોલિટેકનીક કોલેજો ખાતે ન્યુ એજ ટેકનોલોજી માટે સેન્‍ટર ઓફ એકસેલન્‍સ

(A.) શિક્ષણ વિભાગ માટે કુલ 43651 કરોડની જોગવાઇ : 

1. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ

  • મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકીય અને અન્ય સુવિધાઓ માટે `3109 કરોડ.
  • પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ `64 કરોડ.
  • જ્ઞાન સેતુ શાળાઓ : ગુજરાતમાં 400 જ્ઞાન સેતુ શાળાઓ શરૂ કરવામાં આવશે.

2. ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ

  • યુવાનોની સ્ટાર્ટ-અપ સહિતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી-2.0 અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ-માર્કેટ પહોંચાડવા ઈનોવેશન હબ(i-Hub) ખાતે પ્રોટોટાઇપિંગ ડેવલપમેન્ટ સેન્ટર માટે `70 કરોડ.
  • ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે `40 કરોડ.

(B.) આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે કુલ `15182 કરોડની જોગવાઈ

  • મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સગવડો માટે `3997 કરોડ.
  • અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ ખાતે નવી મેડિકલ કોલેજોની સ્થાપના.
  • 5 નવી નર્સિંગ કોલેજોની સ્થાપના.

(C.) અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 2165 કરોડની જોગવાઇ

  • અન્ન સુરક્ષા, પોષણ અને નાગરિક પુરવઠાની યોજનાઓના સુદ્રઢ અમલીકરણ માટે ગત વર્ષે જોગવાઇમાં 24% નો વધારો સૂચવેલ હતો. આગામી વર્ષ માટે વિભાગની જોગવાઇમા 42% જેટલો ધરખમ વધારો સૂચવેલ છે.
  • ઉજ્જવલા યોજના અંતર્ગત સમાવેશ કરી રાજ્યના અંદાજે 39 લાખ કુટુંબોને રાંધણગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવેલ છે. આ પરિવારોને દર વર્ષે બે રાંધણગેસ સિલિન્ડર વિના મૂલ્યે રિફિલિંગ કરી આપવા `500 કરોડ.

(D.) રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ 568 કરોડની જોગવાઇ 

  • દરેક જિલ્લામાં સેચ્યુરેશન એપ્રોચથી એક જિલ્લા ક્ક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ તથા દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા ક્ક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન અને પસંદ કરેલ એકલવ્ય મોડલ રેસિડેન્સિઅલ સ્કુલ (EMRS), ગર્લ લિટરસી રેસિડેન્સિઅલ સ્કુલ (GLRS) અને રક્ષા શક્તિ વિદ્યાલયમાં ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ (DLSS)શરૂ કરવાનું આયોજન.

(3) તૃતીય સ્તંભ : વિશ્વકક્ષાની આંતરમાળખાકિય સવલતો: આગામી પાંચ વર્ષમાં અંદાજિત `5 લાખ કરોડ.

  • રાજ્યની ઊર્જાની વપરાશમાં વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ ઊર્જાનો ભાગ વધારીને 42 ટકા સુધી લઇ જવાનો લક્ષ્ય
  • રાજકોટ ખાતે નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા કેશોદ એરપોર્ટનું વિસ્તરણ અને દ્વારકા ખાતે નવા એરપોર્ટના નિર્માણનું આયોજન.
  • ગ્રામ્ય કક્ષાએ ઘરો સુધી ઇન્‍ટરનેટ કનેક્ટિવીટી આપવા માટે ફાયબર નેટવર્ક.

(A.) બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3514 કરોડની જોગવાઇ

  • રાજયમાં બસ આધારિત ટ્રાન્‍સપોર્ટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપી પ્રવાસીઓની સગવડો વધારવાનું અને પ્રદૂષણ તેમજ રોડ ટ્રાફિકને ઓછું કરવાનું સરકારનું આયોજન
  • વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી વર્ષે વિક્રમજનક 2000 નવી બસો

(B.) વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ 2193 કરોડની જોગવાઇ

  • વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા ગત વર્ષની સરખામણીમાં 227% નો વધારો.
  • સેમીકંડકટર પોલિસી હેઠળ સેમી કન્‍ડકટર અને ડિસ્પ્લે ફેબ તેમજ ઓસેટ ફેસીલીટી માટે `524 કરોડ.

(4) ચતુર્થ સ્તંભ: કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ: આગામી પાંચ વર્ષમાં અંદાજે `2 લાખ કરોડ.

  • રાજ્યમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ગુજરાત યોજના અંતર્ગત “ધ સ્કીમ્સ ફોર આસિસ્ટન્‍સ ટુ ઇન્‍ડ્રસ્ટીઝ” નીતિ જાહેર.
  • દેશનો પ્રથમ સેમીકોન-ડીસ્પ્લે ફેબ મેન્યુફેકચરીંગ પ્લાન્‍ટ ધોલેરા ખાતે સ્થાપવામાં આવશે જેમાં અંદાજે 1.50 લાખ કરોડ કરતા વધારે મૂડી રોકાણ થવાની સંભાવના.
  • ચારધામ કોરિડોર અંતર્ગત દ્વારકાધીશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસનો સંકલ્પ.

(A.)પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે `2077 કરોડ  

  • અંબાજી-ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ વિકાસ માટે `100 કરોડ.
  • ધોળાવીરા, ધરોઈ, નડાબેટ, કડાણા ડેમ, શિવરાજપુર વગેરે સ્થળોએ ટેન્ટ સિટી વિકસાવવા માટે `20 કરોડ.
  • સ્વામી વિવેકાનંદ સર્કિટના વિકાસ માટે `120 કરોડના આયોજન સામે `10 કરોડ.

(5) પંચમ સ્તંભ : ગ્રીનગ્રોથ: આગામી પાંચ વર્ષમાં `2 લાખ કરોડ.

  • સરકારી કામકાજમાં ઈ-સરકારના અમલીકરણ દ્વારા કાગળના વપરાશમાં ઘટાડો
  • આવનારી પેઢીના ભવિષ્ય માટે વિવેકપૂર્ણ અને ગુણવત્તાયુકત રોકાણ સ્વરૂપે અંદાજપત્રીય જોગવાઈઓમાં `38% નો નોંધપાત્ર વધારો. આ અંદાજપત્રમાં મૂડી ખર્ચમાં ધરખમ વધારો કરી `72 હજાર 509 કરોડ

અન્ય મહત્ત્વની જોગવાઈ

  • વીજબિલ પ્રોત્સાહક નિધિની સ્થાપના નગરપાલિકાઓને વીજળીનાં બિલ ભરવાની સુવિધા આપવા માટે કરવામાં આવશે. આ માટે રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ગુજરાતમાં પ્રથમ મહિલા SRP બટાલિયનની રચના કરવામાં આવશે.
  • કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા iNDEXT-A ની સ્થાપના કરવામાં આવશે.

વિભાગવાર બજેટ ફાળવણી

વિભાગવાર બજેટ ફાળવણી
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ રૂ. 5580 કરોડ
આદિજાતિ વિકાસ વિભાગ રૂ. 3410 કરોડ
શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ રૂ. 2538 કરોડ
શિક્ષણ વિભાગ રૂ. 43,651 કરોડ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રૂ. 15182 કરોડ
મહિલા અને બાળ વિકાસ વિભાગ રૂ. 6064 કરોડ
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ રૂ. 2165 કરોડ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ રૂ. 568 કરોડ
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ રૂ. 10743 કરોડ
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ રૂ. 19685 કરોડ
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ રૂ. 8738 કરોડ
માર્ગ અને મકાન વિભાગ રૂ. 20642 કરોડ
બંદરો અને વાહનવ્યવહાર વિભાગ રૂ. 3514 કરોડ
જળ સંપત્તિ વિભાગ રૂ. 9705 કરોડ
વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ રૂ. 2193 કરોડ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ રૂ. 21605 કરોડ
ઊર્જા અને ખાણ વિભાગ રૂ. 8589 કરોડ
વન અને પર્યાવરણ વિભાગ રૂ. 2063 કરોડ
ક્લાઇમેટ ચેન્જ વિભાગ રૂ. 937 કરોડ
ગૃહ વિભાગ રૂ. 8574 કરોડ
કાયદા વિભાગ રૂ. 2014 કરોડ
સામાન્ય વહીવટ વિભાગ રૂ. 1980 કરોડ
માહિતી અને પ્રસારણ વિભાગ રૂ. 257 કરોડ

Leave a Comment

Share this post