G-20 અંતર્ગત ગુજરાતની પ્રથમ ઈવેન્ટ B-20 ઈન્સેપ્શન મીટિંગનું ગાંધીનગર ખાતે આયોજન

 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની G-20ની અધ્યક્ષતા સત્તાવાર રીતે 1 ડિસેમ્બર, 2022ના રોજ શરૂ થઈ.
 • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્ત્વ હેઠળ ગુજરાત વિવિધ સ્થળોએ કુલ 15 G-20 મીટિંગની યજમાની કરવા માટે તૈયાર છે.
 • તેમાંની પ્રથમ ઈવેન્ટ ‘બિઝનેસ 20 (B-20) ઈન્સેપ્શન મીટિંગ’ નું તાજેતરમાં 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
 • B-20 ઈન્સેપ્શન મીટિંગના ઓપનિંગ સેશનમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ, B-20 ઈન્ડિયાના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, G-20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
 • ગુજરાતના ગાંધીનગરમાં B-20ની બેઠક દરમિયાન માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર નકારાત્મક પ્રભાવ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. પાછળના કેટલાક વર્ષોમાં કુદરતી સંસાધનોનો ઉપયોગ ત્રણ ગણો વધ્યો છે.
 • ન્યાયોચિત, ટકાઉ અને સમાવેશી વિકાસના મુદ્દાઓ પર ભાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત યોગ્ય ભવિષ્ય માટે જલવાયુ પરિવર્તનના પ્રતિકૂળ પ્રભાવને ઓછો કરવા માટે ટકાઉ વ્યાપાર મોડના નિર્માણને પ્રાથમિકતા આપવામાં આવી હતી.
 • સપ્લાય ચેઇનના અવરોધને, ભાવનું અસંતુલન, વસ્તુની અછત જેવી અર્થવ્યવસ્થાના વિકાસપથમાં પડકારરૂપ સમસ્યાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
 • વેપાર સીમાઓને ખુલ્લી કરવા તેમજ ભવિષ્યની સમસ્યાઓને રોકવા માટેના મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા.
 • ડિજિટલ ટેક્નોલોજી ટકાઉ આર્થિક વિકાસનું મુખ્ય સમર્થક છે. આથી ડિજિટલ ડિવાઇડથી સમસ્યા ન થાય તેનું, ધ્યાન રાખીને ડિજિટલ ટેક્નોલોજીના વિકાસ પર ચર્ચા થઈ હતી.
 • ડિજિટલ કનેક્ટિવિટી સુધી પહોંચ, વિષમ આંતરમાળખામાં સુધાર કરવો, ડિજિટલ સાક્ષરતા અંતરાલ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા પર ચર્ચા થઈ હતી.
 • આ ઉપરાંત ભારતે G-20 અધ્યક્ષતાના કેન્દ્રમાં ગ્લોબલ સાઉથના મુદ્દા પર ચર્ચા કરી હતી.

 B-20 શું છે?

 • B-20 એટલે બિઝનેસ-20, એટલે કે વૈશ્વિક વેપાર સમુદાય સાથેનું અધિકૃત G-20 સંવાદ મંચ.
 • વર્ષ 2010માં સ્થાપિત B-20 એ G-20નું સૌથી પ્રમુખ સહભાગી સમૂહ છે, જેમાં કંપનીઓ અને વ્યાવસાયિક સંગઠન ભાગીદાર છે.
 • B-20 એ વૈશ્વિક વેપાર જગતના નેતાઓને આર્થિક અને વેપાર શાસનના મુદ્દાઓ પર પ્રેરણા આપવાની પ્રક્રિયાથી સંબંધિત મંચ છે. તેમજ વૈશ્વિક વેપાર સમુદાય માટે કાર્યનીતિ તૈયાર કરે છે.
 • દર વર્ષે G-20 દેશની અધ્યક્ષતામાં B-20ના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે. આ અધ્યક્ષ G-20 યજમાન દેશના પ્રતિષ્ઠિત વ્યાપારીનેતા હોય છે, અને તેઓને B-20 શેરપા અને B-20 સચિવાલયનું સમર્થન પ્રાપ્ત હોય છે.
 • B-20નો ઉદ્દેશ્ય આર્થિક વિકાસને ગતિ આપવા માટે પ્રાથમિકતાઓ પર વિચાર કરી આ અંગે નીતિગત ભલામણો આપવાનો છે.
 • B-20 પોતાના કાર્યને ટાસ્ક ફોર્સ અને એક્શન કાઉન્સિલના આધારે કરે છે, જે G-20 અને આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સંસ્થાઓને સર્વસંમતિની નીતિગત ભલામણો આવે છે.
 • B-20 શિખર સંમેલન સમયે B-20 સત્તાવાર રીતે G-20 પ્રેસિડેન્સિને પોતાની અંતિમ ભલામણ રજૂ કરે છે.
 • B-20 ઈન્ડિયા એ વૈશ્વિક આર્થિક એજન્ડાના પ્રમુખ વિષયો પર નીતિ નિર્માણ માટે ટાક્સફોર્સ અને એક્શન કાઉન્સિલના માધ્યમથી કામ કરશે.

Leave a Comment

Share this post