કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023

  • 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023નું આયોજન 16 થી 27 મે દરમિયાન ફ્રાન્સના તટીય વિસ્તાર ફ્રેન્ચ રિવેરા ખાતે કરવામાં આવી રહ્યું છે.
  • કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં આખી દુનિયાની અમુક પસંદ કરાયેલી ફિલ્મ અને ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે.
  • આ ફિલ્મ ફેસ્ટીવલ દર વર્ષે ફ્રાંસમાં મનાવવામાં આવે છે.
  • કાન્સ ફિલ્મ ફેસ્ટીવલની શરુઆત 20 સપ્ટેમ્બર, 1946ના રોજ થઈ હતી.
  • કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ.એલ. મુરુગન કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પ્રતિનિધિનું નેતૃત્વ કરશે.
  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન અમદાવાદે ઇન્ડિયા પેવેલિયનની કલ્પના અને ડિઝાઇન તૈયાર કરી છે.
  • જે વૈશ્વિક સમુદાયને ‘ભારત કી રચનાત્મક અર્થવ્યવસ્થા કા પ્રદર્શન’ થીમ પર આધારિત છે.
  • પેવેલિયનની ડિઝાઇન સરસ્વતી યંત્રથી પ્રેરિત છે. જે ‘મહા ઉપનિષદ’ના પ્રાચીન ગ્રંથમાંથી દેવી સરસ્વતીનું અમૂર્ત પ્રતિનિધિત્વ છે.
  • જે જ્ઞાન, સંગીત, કલા, વાણી અને વિદ્યાની દેવી સરસ્વતીનું અમૂર્ત પ્રતિનિધિત્વ છે.
  • પેવેલિયનના રંગ ભારતના રાષ્ટ્રધ્વજના વાઇબ્રન્ટ રંગ, કેસરી, સફેદ અને લીલા અને વાદળીથી પ્રેરિત છે.

Leave a Comment

Share this post