લોસર ફેસ્ટિવલની ઉજવણી

લોસર ફેસ્ટિવલ

  • તાજેતરમાં લદ્દાખ ક્ષેત્રમાં વસતા તિબેટિયન બૌદ્ધ સમુદાયના લોકો દ્વારા લોસર ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી.
  • આ ઉત્સવ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાચીન ધાર્મિક વિધિઓ અને પરંપરાગત પર્ફોર્મન્સ કરવામાં આવે છે.

લોસર ફેસ્ટિવલ વિશે

  • લોસર એ જમ્મુ અને કાશ્મીરના લદ્દાખ ક્ષેત્રમાં પરંપરાગત અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવતો તહેવાર છે. તેને તિબેટ, નેપાળ અને ભૂતાનમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
  • આ તહેવાર 15 દિવસ સુધી ચાલે છે જેમાં, પ્રથમ ત્રણ દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ ઉત્સવ નવા વર્ષની શરૂઆતને ચિહ્નિત કરે છે. તે લ્યુનિસોલર તિબેટીયન કેલેન્ડરના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે
  • આ તહેવાર દરમિયાન, લોકો તેમના પ્રિયજનોને ભેટો આપે છે. આ સાથે, દુષ્ટ આત્માઓ અને નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે સાંજે શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. જે મેથો તરીકે ઓળખાય છે.
  • આ તહેવાર દરમિયાન ‘પાલ્ડેન લામો’ નામે દેવીને લોકો પ્રસાદ ચડાવે છે.
  • લોસર તહેવાર અરુણાચલ પ્રદેશના તવાંગ પ્રદેશમાં મોનપા જાતિના લોકો દ્વારા પણ ઉજવવામાં આવે છે.

Leave a Comment

TOPICS : ,

Share this post