અરૂણાચલ પ્રદેશની તાંગસા જનજાતિ દ્વારા ‘વિહુ કુહ ઉત્સવ’ની ઉજવણી

અરૂણાચલ પ્રદેશની તાંગસા જનજાતિ દ્વારા ‘વિહુ કુહ ઉત્સવ’ની ઉજવણી

  • અરૂણાચલ પ્રદેશ રાજ્યના પરંપરાગત આદિવાસી સમુદાય તાંગસા જનજાતિ દ્વારા તાજેતરમાં તેમના વાર્ષિક ઉત્સવ ‘વિહુ કુહ’(Wihu Kuh)ની ઉજવણી કરવામાં આવી હતી. વિહુ કુહ એક ડાંગર રોપણી ઉત્સવ છે, જે કૃષિ સિઝનની શરૂઆત અને સાંસ્કૃતિક પ્રદર્શનને ચિહ્નિત કરે છે.

વિહુ કુહ ઉત્સવ

  • વિહુ કુહ ઉત્સવ એ તાંગસા જનજાતિ સમુદાયના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. ઉપરાંત વિહુ કુહ ઉત્સવ તાંગસા જનજાતિના ધરતીમાતા સાથેના ઊંડા જોડાણ, તેમની આનંદી ભાવના અને સમુદાય પ્રત્યેની તેમની મજબૂત ભાવનાને પણ દર્શાવે છે.
  • વિહુ કુહ ઉત્સવની શરૂઆત સામાન્ય પ્રાર્થના અને લયબદ્ધ ધૂન ‘રોંગકર’ તેમજ પરંપરાગત ડ્રમ્સ અને મધુર સ્વરવાળી ધૂન ‘પંગતોઇ’ વગાડીને પ્રથમ ચોખાના બીજની ઔપચારિક વાવણી સાથે થાય છે. આ ઉત્સવમાં પુરૂષો આબેહૂબ રંગીન પરંપરાગત પોશાક અને પક્ષીઓના પીંછાઓ પહેરે છે, જ્યારે સ્ત્રીઓ હાથથી વણેલી શાલ અને માળાનો હાર પહેરે છે.
  • વિહુ કુહ ઉત્સવ દરમિયાન તાંગસા જનજાતિ તેમનું પરંપરાગત પીણું ‘એપોંગ’ (ટાઇસ બીયર) પણ પીવે છે. એપોંગને અમુક ક્ષેત્રોમાં ‘ચાંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત, આ ઉત્સવ દરમિયાન આદિજાતિની પરંપરાગત મૌખિક લોકવાર્તાઓ અને ગીતો પણ યુવા પેઢીઓને સંભળાવવામાં આવે છે. આ વાર્તાઓ પ્રકૃતિ સાથે આદિજાતિના આંતરિક જોડાણ અને પર્યાવરણ પ્રત્યેના તેમના આદરને વ્યાખ્યાયિત કરે છે.

તાંગસા જનજાતિ

  • તાંગસા જનજાતિ સમુદાય મુખ્યત્વે કૃષિ પરંપરાઓ સાથે જોડાયેલો છે, જે અરૂણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લાની ટેકરીઓમાં રહે છે. તાંગસા જનજાતિ, તેમની અલગ બોલી અને રીતરિવાજો સાથેની પેટાજાતિઓનો સમૂહ છે, જેઓ ભારત સિવાય મ્યાનમાર(બર્મા)ના સાગાઇંગ પ્રદેશમાં પણ વસવાટ કરે છે. તાંગસા જનજાતિ સમુદાયની વૈવિધ્યસભર ઉપ-આદિવાસી ઓળખ હોવા છતાં, તેઓ વિહુ કુહ ઉત્સવની ઉજવણી એક સાથે કરે છે, જે તેમની એકતા અને તેમનો ધરતીમાતા પ્રત્યેનો આદર તેમજ સમુદાયની શક્તિમાં તેમની અતૂટ માન્યતાનો પુરાવો દર્શાવે છે.

Leave a Comment

Share this post