વસ્તી ગણતરી 2023

તાજેતરમાં, કેન્દ્ર સરકારે રાજ્યોને જાણ કરી હતી કે દશવાર્ષિક વસ્તી ગણતરી સપ્ટેમ્બર 2023 સુધી મુલતવી રાખવામાં આવી છે અને વહીવટી સીમાઓ ફ્રીઝ કરવાની તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.

વસ્તી ગણતરી શું છે?

 • વસ્તી ગણતરી એ વસ્તી સંબંધિત આંકડાકીય માહિતી એકત્રિત કરવા, સંકલન કરવા, વિશ્લેષણ કરવા, મૂલ્યાંકન કરવા, પ્રકાશિત કરવા અને પ્રસારિત કરવાની પ્રક્રિયા છે.
 • વસ્તી ગણતરી દર 10 વર્ષના અંતરાલ પર હાથ ધરવામાં આવે છે.
 • તેની શરૂઆત સૌપ્રથમ 1872માં બ્રિટિશ વાઇસરોય લોર્ડ મેયો દ્વારા કરવામાં આવી હતું. પ્રથમ સંપૂર્ણ વસ્તી ગણતરીની શરૂઆત 1881માં થઈ હતી.
 • 2021 સુધીમાં, ભારતની દશવાર્ષિક વસ્તી ગણતરી 16 વખત હાથ ધરવામાં આવી છે.
 • 1949 પછી, તે ગૃહ મંત્રાલય હેઠળના ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવી છે.
 • 1951થી તમામ વસ્તીગણતરી 1948ના સેન્સસ ઓફ ઈન્ડિયા એક્ટ હેઠળ હાથ ધરવામાં આવી હતી.
 • છેલ્લી વસ્તી ગણતરી 2011માં યોજાઈ હતી, જ્યારે આગામી 2021 માં યોજાવાની હતી. પરંતુ તે COVID-19 મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી.
 • વસ્તી ગણતરીમાં, શિક્ષણ, SC/ST, ધર્મ, ભાષા, લગ્ન, પ્રજનનક્ષમતા, વિકલાંગતા, વ્યવસાય અને વ્યક્તિઓના સ્થળાંતર જેવા વસ્તી વિષયક અને વિવિધ સામાજિક-આર્થિક પરિમાણો પર ડેટા એકત્રિત કરવામાં આવે છે.
 • 2011માં પ્રથમ વખત બાયોમેટ્રિક માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

વસ્તી ગણતરીનો હેતુ શું છે?

 • કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે આયોજન અને નીતિઓ ઘડવા માટેની માહિતી એકત્રિત કરવી.
 • વસ્તી ગણતરી આપણને જણાવે છે કે આપણે કોણ છીએ અને એક રાષ્ટ્ર તરીકે આપણે ક્યાં જઈ રહ્યા છીએ.
 • તે સરકારને નક્કી કરવામાં મદદ કરે છે કે રાજ્યો અને અન્ય વિસ્તારોમાં ભંડોળ અને સહાયનું વિતરણ કેવી રીતે કરવું.
 • વસ્તી ગણતરીના ડેટાનો વ્યાપકપણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, વિદ્વાનો, વેપારી લોકો, ઉદ્યોગપતિઓ અને બીજા ઘણા લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.

વસ્તી ગણતરી શા માટે મહત્વપૂર્ણ છે?

 • વસ્તી ગણતરી એ આધુનિક અર્થતંત્રમાં સત્તાવાર આંકડા અને નીતિ ઘડતર માટેનો પાયારૂપ ડેટાબેઝ છે.
 • વસ્તી વિષયક માહિતી, આર્થિક પ્રવૃત્તિ, સાક્ષરતા અને શિક્ષણ, આવાસ અને ઘરગથ્થુ સુવિધાઓ, શહેરીકરણ, પ્રજનનક્ષમતા અને મૃત્યુદર, SC અને ST, ભાષા, ધર્મ, સ્થળાંતર, અપંગતા અને અન્ય ઘણા સામાજિક-સાંસ્કૃતિક અને વસ્તી વિષયક ડેટા ઉપલબ્ધ થાય છે.
 • સંસદ/વિધાનસભા/પંચાયતો અને અન્ય સ્થાનિક સંસ્થાઓના મતવિસ્તારોનું સીમાંકન/આરક્ષણ પણ વસ્તી વિષયક માહિતીના આધારે કરવામાં આવે છે.
 • વસ્તી ગણતરી એ દેશની પ્રગતિની સમીક્ષા કરવા, સરકારની યોજનાઓ પર દેખરેખ રાખવાનો આધાર છે.
 • તે આયોજન અને સમસ્યાઓનું નિરાકરણ અને ખામીઓને સુધારવા માટેના માર્ગો પૂરા પાડે છે. સરકાર વસ્તી ગણતરીના આંકડાઓના વિશ્લેષણ મુજબ ભવિષ્ય માટે નીતિઓ બનાવે છે.
 • વાસ્તવિક લાભાર્થીઓની ઓળખ કરવા તેનો ડેટા મહત્ત્વપૂર્ણ છે.

વસ્તી ગણતરીમાં વિલંબ કેમ?

 • વહીવટી સીમાઓનું સીમાંકન : ધારાધોરણો મુજબ, વહીવટી એકમો જેમ કે જિલ્લાઓ, ઉપ-જિલ્લાઓ, તાલુકાઓ વગેરેની સીમાઓ સ્થિર થયા પછી ત્રણ મહિના બાદ વસ્તી ગણતરી હાથ ધરી શકાય છે.
 • COVID-19 મહામારી : વિલંબ માટેના સત્તાવાર કારણ તરીકે મહામારીને ગણવામાં આવે છે.
 • CAA, NRC મુદ્દો : કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું કે 2021ની વસ્તી ગણતરીનો ઉપયોગ અખિલ ભારતીય NRC બનાવવા માટે કરવામાં આવશે. કેન્દ્રએ હજુ સુધી નાગરિકતા સુધારા કાયદા (CAA) માટે નિયમો ઘડવાના બાકી છે.
 • રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ : કેન્દ્ર સરકારે વસ્તી ગણતરીની કામગીરીને પાટા પર લાવવા માટે કોઈ તાકીદ દર્શાવી નથી. જ્યારે વિલંબ વિશે પ્રશ્ન કરવામાં આવે છે, ત્યારે તે વસ્તી ગણતરી ક્યારે થઈ શકે છે તે સ્પષ્ટ કરવાનો ઇનકાર કરે છે.

આગળનો માર્ગ

 • વસ્તી ગણતરી પૂર્વેનું કાર્ય પૂર્ણ કરવું : ઘર-સૂચિ અને અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓ જલદીથી સમાપ્ત કરવી.
 • ડિજિટલ વસ્તી ગણતરી : મોબાઇલ એપ્લિકેશન દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા દ્વારા વસ્તી ગણતરીને સમયસર પ્રકાશિત કરવામાં લાગતો એકંદર સમય ઘટશે.
 • સ્વ-ગણતરી : પરિવારોને સ્વ-ગણતરી કરવાની મંજૂરી આપવી એ એક નવી પહેલ છે પરંતુ ડેટા ગુણવત્તા અને કવરેજની સંપૂર્ણતાના સંદર્ભમાં તે કેટલું સફળ થશે તે સ્પષ્ટ નથી.

Leave a Comment

Share this post