સેન્ટ્રલ એક્સાઇઝ દિવસ : 24 ફેબ્રુઆરી

સેન્ટ્રલ એક્સાઇઝ દિવસ : 24 ફેબ્રુઆરી

  • દર વર્ષે 24 ફેબ્રુઆરીને દેશમાં ‘સેન્ટ્રલ એક્સાઇઝ ડે’  ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ દેશના આર્થિક વિકાસમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સના યોગદાનને સન્માનવાનો છે. સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટ 24 ફેબ્રુઆરી,1944ના રોજ ઘડવામાં આવ્યો હતો. ભારતના સામાજિક તેમજ આર્થિક વિકાસમાં સેન્ટ્રલ એક્સાઇઝનો બહુ મોટો ફાળો છે.
  • કેન્દ્રિય આબકારી(રેવન્યુ) વિભાગ દ્વારા મહેસૂલ સંગ્રહનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રની અન્ય યોજનાઓ જેવી પધ્ધિતઓમાં થાય છે. ગરીબી અને નિરક્ષરતાને દૂર કરવા, શિક્ષણ સંસ્થાને બહેતર કરવા તેમજ આરોગ્ય સેવાઓ અને દેશને સ્વસ્થ અને વિકસિત બનાવવા માટે ભારતીય અર્થતંત્રમાં સુધારો કરવા માટે સેન્ટ્રલ એક્સાઇઝ ઘણો આધાર આપે છે.
  • Goods and Services Tax (GST)ના અમલ બાદ વર્ષ 2018માં Central Board of Excise and Customs (CBEC)નું નામ બદલીને  Central Board of Indirect Taxes and Customs (CBIC) કરવામાં આવ્યું હતું. સીબીઆઈસી કસ્ટમના વસૂલવા અને સંગ્રહ, સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી, સેન્ટ્રલ ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ અને ઇન્ટિગ્રેટેડ જીએસટી, દાણચોરી અટકાવવા સંબંધિત નીતિ ઘડવાની કામગીરી સાથે કામ કરે છે. સીબીઆઈસી કસ્ટમ (સીમા શુલ્ક), સેન્ટ્રલ એક્સાઈઝ, સેન્ટ્રલ ગૂડ્ઝ અને સર્વિસ ટેક્સ અને ઇન્ટિગ્રેટેડ જીએસટીની, દાણચોરી અટકાવવા સંબંધિત નીતિ ઘડવાની કામગીરી કરે છે.

Leave a Comment

Share this post