ચરાઈદેવ મૈદામ – અસામ

કેન્દ્રએ આ વર્ષે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટર માટે આસામના ચરાઈદેવ મૈદામને નોમિનેટ કરવાનો નિર્ણય કર્યો છે.

  • આસામનો આ ચરાઈદેવ મૈદામ આસામના જૂના રાજવંશ અહોમ સામ્રાજ્ય સાથે સંબંધિત છે.
  • તેની સ્થાપના ચાઓ લંગ સિઉ-કા-ફા દ્વારા 1253 માં કરવામાં આવી હતી.
  • તેને ‘આસામના પિરામિડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઐતિહાસિક સ્થળ શિવસાગર નગરથી લગભગ 28 કિમી દૂર આવેલું છે.
  • ચરાઈદેવને અહોમ વંશની માઉન્ડ દફન પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. ચરાઈદેવ મૈદામ એ અહોમ સમ્રાટનું દફન સ્થળ હતું અને અહોમ સમુદાય માટે પવિત્ર સ્થળ છે.
  • તે અહોમ વંશની પ્રથમ રાજધાની હતી. ચારાઈદેવ ગુવાહાટીથી 400 કિ.મી. પૂર્વમાં આવેલું છે.
  • અહોમ સમુદાયના લોકોએ 18મી સદીના હિંદુ રીતિ-રિવાજોથી અગ્નિસંસ્કારની પ્રથા શરૂ કરી હતી અને અગ્નિસંસ્કાર પછી ચરાઈદેવના મૈદામમાં રાખને દફનાવવાનું શરૂ કર્યું હતું.
  • આથી અહોમ સમુદાયની દૃષ્ટિએ ચરાઈદેવ મૈદામ વધુ મહત્ત્વ ધરાવે છે.

Leave a Comment

Share this post