CHAT GPT : નવા યુગનો ઉદય???

ચર્ચામાં શા માટે?

 • તાજેતરમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) આધારિત ચેટબોટ ‘Chat GPT’ એ ટૂંક જ સમયમાં વિશ્વભરમાં મોટી લોકપ્રિયતા મેળવી છે.આ ચેટબોટે માત્ર પાંચ દિવસમાં 1 મિલિયન યુઝરનો આંકડો વટાવી દીધો હતો, જેનાથી તેણે વિશ્વભરમાં લોકપ્રિયતાનો રેકોર્ડ બ્રેક કર્યો છે.

Chat GPT વિશે

 • Chat GPT વર્ષ 2015માં સ્થપાયેલ સંસ્થા ‘Open AI’ દ્વારા રજૂ કરાયું છે, જે એક કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) આધારિત સંવાદિત ચેટબોટ છે અને તે મનુષ્યની જેમ સુબદ્ધ અને માળખાકીય રીતે જવાબ આપે છે.
 • Chat GPT એ કૃત્રિમ બુદ્ધિમત્તા ઉપર આધારિત સમગ્ર ચેટબોટમાં સૌથી આધુનિક અને ઝડપી છે. Chat GPT અનુવર્તી પ્રશ્નોના (follow-up questions)  પણ જવાબ આપી શકે છે. તેમજ, આ ચેટબોટ પોતાની ભૂલોમાંથી શીખે છે અને અયોગ્ય માંગણી/પ્રશ્નોને નકારે પણ છે.
 • Chat GPT એ ‘Open AI’ કંપનીના અત્યાધુનિક GPT-5 શ્રેણીના ભાષા ઉજાગર મોડલ્સ (Language Learning Model) પર આધારિત છે.
 • GPT નું પૂર્ણ નામ: “Generative Pre–trained Transformer” છે. આ એક પ્રકારનું કોમ્પ્યુટર લેંગ્વેજ મોડેલ છે, જે વિવિધ ઇનપુટ્સના આધારે માનવ જેવું લખાણ / જવાબ આપવા માટે ડીપ લર્નિંગ તકનીક પર આધારિત છે.
 • Chat GPT ચેટબોટને રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ ફોમ હ્યુમન ફીડબેક (RLHF) નો ઉપયોગ કરીને તાલીમ આપવામાં આવી છે, જેથી કોઈ વ્યક્તિ સાથે Chat GPT સામાન્ય વાતચીત કરી શકે છે.
Chat GPT લેગ્વેંજ મોડલ

Chat GPT એ ચોક્ક્સ ‘લેંગ્વેજ મોડલ (Language Model) પર કાર્ય કરે છે. લેંગ્વેજ મોડેલ એટલે કેટલાક ઈનપુટ શબ્દોના આધારે ક્રમબદ્ધ આઉટપુટમાં વિસ્તારપૂર્ણ જવાબ આપવો. જેના આધારે Chat GPT પ્રશ્નોના જવાબ આપવા અને મનુષ્યો સાથે સંવાદ જેવાં કર્યો કરી શકે છે.

લેંગ્વેજ મોડલમાં સ્પીચ રેક્ગ્નિશન, ઓટોમેટિક ટ્રાન્સલેશન અને ટેક્સ્ટ જનરેશન જેવી નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP) નો ઉપયોગ થાય છે.

અન્ય લેંગ્વેજ મોડેલ:-

BERT: Bidirectional Encoder Representations from Transforms (ગૂગલ દ્વારા ઉપલબ્ધ)

LaMDA : Google`s Language Model for Dialogue Applications.

Chat GPTની કાર્યપદ્ધતિ

 • Chat GPT પહેલા પણ AI આધારિત ઘણા ચેટબોટ હતા, પરંતુ Chat GPT ની કાર્યપદ્ધતિ અન્ય ચેટબોટથી અલગ છે. હાલના Chat GPT માં માત્ર વર્ષ 2021 સુધીના ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 • Chat GPT માં આપણને કોઈ માહિતી અનેક સ્રોતો અને સાઇટોમાંથી સંકલિત કરીને મળે છે. જેથી આપણો સમય અને પ્રયત્ન બંને તે માહિતી મેળવવા માટે ઘટી જાય છે. જેમ કે, કોઈ એક મુદ્દા માટે લાખો આર્ટિકલ અથવા ફીડબેક હોય, તો Chat GPT તેમાંથી હકારાત્મક અને નકારાત્મક મુદ્દાઓને સરળ રીતે પહોંચાડે છે, જેથી યુઝર્સનો સમય અને પ્રયત્ન બચી શકે છે.
 • જ્યારે ગૂગલમાં આપણે કોઈ ચોક્કસ માહિતી મેળવવા માટે સર્ચ કરવું પડે છે, અલગથી બધી વેબસાઇટો શોધવી પડે છે. આમ, Chat GPT ની કાર્યપદ્ધતિ એક નવા યુગની શરૂઆત સમાન છે, જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા સરળ ભાષા અને પૂર્ણ જવાબ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

Chat GPTનો ઉપયોગ

  • Chat GPT એ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) આધારિત કાર્ય કરતું અત્યાધુનિક લેંગ્વેજ મોડેલ છે, જેનો ઉપયોગ ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઈન કન્ટેન્ટ લખવા, અન્ય ગ્રાહક સેવાઓ, કોડિંગ કરવા વગેરેમાં થઈ શકે છે.
  • Chat GPT એ માનવ પરિભાષાનું અનુકરણ કરીને વિવિધ પ્રશ્નોના ઊંડાણપૂર્વક અને બહોળા જવાબ આપી શકે છે. તેમજ, Chat GPT દ્વારા લખાતી ભાષા પણ બહુ સરળ અને સાલીન હોય છે, જેથી દરેક ઉપભોક્તાને સમજવામાં સરળતા રહે.
  • Chat GPT કોઈ ચોક્કસ લેખન શૈલીમાં કવિતાઓ, ગીતો, શાયરીઓ અને ટૂંકી વાર્તાઓ લખી શકે છે.
  • સમયની બચત, Chat GPT ની વિશાળ માહિતી સારાંશ અને વિશ્લેષણના કારણે ઉપભોક્તાનો સમય અને પ્રયત્ન બચી શકે છે. ઉ. દા. તરીકે, કોઈ એક મુદ્દા અથવા વસ્તુ પર ઘણા આર્ટિકલ અને લોકોના ફીડબેકના આધારે તે મુદ્દા પર Chat GPT ઝડપી અને ત્વરિત પરિણામ/જવાબ આપે છે.
  • Chat GPT નો સૌથી મોટો ઉપયોગ માત્ર કોમ્પ્યુટર પ્રોગ્રામમાં ભૂલ જાણવા, ઉપરાંત લાઇન – બાય – લાઇન ભૂલને સુધારવાનો પણ છે. Chat GPT માં રિઈન્ફોર્સમેન્ટ લર્નિંગ ફોમ હ્યુમન ફીડબેક (RLHF) નો ઉપયોગ થાય છે. જેથ, તે જાતે જ પોતાની ભૂલોમાં સુધાર લાવે છે.
  • યુઝર્સની જરૂરિયાત મુજબ વધુ સારા અને ઝડપી નિર્ણય લેવામાં મદદરૂપ થશે. ઉ.દા, જો તમે કોઈ ઓનલાઈન બિઝનેસ ચલાવી રહ્યા હોય તો Chat GPT તમને તમારી વેબસાઇટ પર લખવા માટે સરસ સમજૂતી પૂરી પાડી શકે છે.

Chat GPT ના ફાયદા અને ગેરફાયદા

ફાયદા    ગેરફાયદા
કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ચેટબોટ, જે લેંગ્વેજ મોડલ પર કાર્ય કરે છે, તે ખૂબ આયોજનબદ્ધ જવાબ આપી શકે છે. ભેદભાવ અને અભદ્ર કન્ટેન્ટને બતાવવું, જે દરેક AI આધારિત ચેટ બોટની સમસ્યા છે.
ઇનપુટ આધારે પ્રશ્નનો યોગ્ય અને સંતુષ્ટીકારક જવાબ આપી શકે છે. Chat GPT મુખ્યત્વે એવા જવાબો આપે છે, જે વ્યાકરણ અને વાંચનની દૃષ્ટિએ આપણને યોગ્ય લાગે, પરંતુ આવા જવાબમાં ક્યારેક અધૂરી માહિતી હોય છે.
ઉપભોક્તાના સમય અને પ્રયત્નોની બચત થઈ શકે છે. Chat GPTનું જ્ઞાન મૂળ રીતે વર્ષ 2021 ના પહેલાની ઘટનાઓ સુધી જ સીમિત છે, જેથી તે પૂર્ણ રીતે જવાબ આપી શકતું નથી.
RLHF તકનીકથી પોતાની ભૂલો જાતે જ સુધારી બહેતર બને છે, જે અત્યારના તમામ AI ચેટબોટથી તેને આગળ મૂકે છે. Chat GPT દ્ધારા આપેલ જવાબ આપણે એક સામન્ય ઉત્તર કહી શકીએ, જેમાં ઊંડાણપૂર્વ વાતની કમી રહેલ હોય છે.
શિક્ષણ, બિઝનેસ, ન્યૂઝ રિપોટ,નિબંધ વગેરે ક્ષેત્રમાં મહત્તમ ફાયદો, માનવની પરિભાષામાં જવાબ આપી શકશે.  

 

Chat GPT સાથે સંકળાયેલા મુદ્દા

(1) Chat GPT અને સામાજિક બદલાવ:

 • Chat GPT એ અત્યાર સુધીના તમામ કૃત્રિમ બુદ્ધિમત્તા ચેટબોટમાં અત્યાધુનિક છે. તે મોટા પ્રમાણમાં સામાજિક બદલાવોને પ્રોત્સાહન આપશે. Chat GPT નો વ્યવસ્થિત ભાષામાં જવાબ ઘણા બધા કાર્યોને સરળ બનાવશે. જેમ કે શિક્ષણ, ન્યૂઝ લેખન, નિબંધ લેખન, રોજગારી, માહિતીનો વિસ્તાર વગેરેમાં બદલાવ લાવશે. Chat GPT સમાજમાં હકારાત્મક અને નકારાત્મક બંને બદલાવો લાવી શકે છે, જેથી તેનો નિયંત્રણ હેઠળ અને સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ.

(2) Chat GPT અને રચનાત્મક વિચાર:

 • કેટલાક સંશોધકો અને વિચારોનું માનવું છે કે Chat GPT લોકોના રચનાત્મક વિચારોની સીમા ઘટાડી શકે છે. Chat GPT એ એક એવી સિસ્ટમ છે, જે આપણને તમામ શક્યતાઓની સંકલિત માહિતી એક જ સાથે પૂરી પાડે છે. જે તર્ક – વિતર્કની ક્ષમતાને ઘટાડે છે. મૂળ રીતે, Chat GPT એ મનુષ્યની વિચારની શક્તિને મર્યાદિત કરી શકે છે.

        Data-Driven Technology ⇒Human Creativity

 • Chat GPT ને કારણે સ્કૂલ અને કોલેજોમાં ભણતા બાળકો પૂર્વ નિર્ધારિત જવાબથી સંતુષ્ટ થઈ જાય તો તેમનામાં ‘રચનાત્મક તર્ક’ ની કમી સર્જાતી જાય. જે એક વિકાસશીલ દેશના વિકાસમાં અડચણ રૂપ થઈ શકે છે.

(3) Chat GPT અને અભદ્ર કન્ટેન્ટ

 • Chat GPT માં અભદ્ર કન્ટેન્ટનો એક મોટો પ્રશ્ન રહેલો છે. Chat GPT હાલમાં એક નહિવત્ નિયંત્રણ સાથે કાર્ય કરે છે. જેથી ધાર્મિક દુભાવ, જાતિ ભેદભાવ, પોર્નોગ્રાફિક કન્ટેન્ટ વગેરે ફેલાવાની સંભાવના રહેલી છે. Chat GPT આમ તો ‘રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ ફોર હ્યુમન ફીડબેક (RLHF)’ પ્રણાલી ઉપર કાર્ય કરે છે, જેથી પોતાની ભૂલોમાંથી શીખી શકે છે. પરંતુ, કેટલીક ત્રુટીને કારણે અભદ્ર કન્ટેન્ટનો પ્રશ્ન રહેશે. લોકો તેને કોઈ શંકા વગર સ્વીકારી પણ શકે છે. જેથી Chat GPTનો ઉપયોગ સમજદરી સાથે કરવો રહ્યો.

(4) Chat GPT અને બિઝનેસ શિક્ષણ

 • બિઝનેસ:- Chat GPT ભૌતિક અને ડિજિટલ બંને બિઝનેસમાં ઉપયોગી છે. બિઝનેસ રિપોર્ટ, રચનાત્મક જાહેરાત, સુબદ્ધ ભાષામાં પ્રેઝન્ટેશન વગેરેમાં મદદરૂપ થશે, સાથે-સાથે કેટલાક વર્તમાનના બિઝનેસ સામે પડકારો પણ ઊભા થઈ શકે છે. રોજગારી અને બિઝનેસ-ફ્રેન્ડલી વાતાવરણ સામે પણ દુવિધા ઉત્પન્ન થાય છે.
 • શિક્ષણ:- Chat GPT ની સૌથી મોટી અસર શિક્ષણ ક્ષેત્ર પર પડશે. Chat GPT ની કાર્યપદ્ધતિથી વંચિત અને છેવાડાના બાળકોને ઉમદા શિક્ષણ આપી શકાય. Chat GPT એ વિશ્વની મુશ્કેલ પરીક્ષાઓ બહુ ઓછા સમયમાં પાસ કરી લીધી છે. જેના પરથી Chat GPT ની ક્ષમતાનો અંદાજ લગાવી શકાય છે. પરંતુ, ઓક્સફોર્ડ અને CBSC બોર્ડ દ્વારા Chat GPT ના ઉપયોગને બંધ કરાયો છે. કારણ કે Chat GPT એ વિધાર્થીઓને રેડીમેડ જવાબ આપી શકે છે. જેના કારણે બાળકોની રચનાત્મક અને ક્રિયાશીલ શક્તિને નકારાત્મક અસર થાય છે.જે બાળકના માનસિકને વિકાસને અટકાવી શકે છે.

Chat GPT કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ચાલતું લેંગવેજ મોડલ છે. જે હાલમાં સૌથી એડવાન્‍સ ચેટબોટ છે. જે એક નવા યુગના ઉદયનો વળાંક છે. કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ચેટબોટ દ્વારા આપણે બહુ જટિલ કાર્ય પણ સરળતાથી કરી શકીએ છીએ. જે માનવ સમાજમાં ઘણા બદલાવ લાવી શકેશે. આ બદલાવો હકારાત્મક દિશામાં થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. જેના માટે મજબૂત નિયંત્રણ પદ્ધતિ વિકસાવવી જોઈએ. તેમજ, લોકોમાં જાગૃતિ ફેલાવવા પ્રયત્ન કરવો જોઈએ. જે Chat GPTને લોકો કલ્યાણની દિશામાં આગળ લઈ જાય.

Open AI વિશે?

 • Open AI એક એવી સંશોધન કંપની છે, જે જવાબદાર અને સલામત રીતે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ઉપકરણો વિકસાવવા માટે સમર્પિત છે. આ કંપનીની સ્થાપના વર્ષ 2015માં ઉદ્યોગ સાહસિકો અને સંશોધકોના જૂથ દ્ધારા કરવામાં આવી હતી, જેમાં એલન મસ્ક, સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેનનો સમાવેશ થાય છે.

ભારતનું પ્રથમ AI ચેટબોટ : લેક્સી

તાજેતરમાં ભારતના પ્રથમ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) આધારિત ChatGPT વર્ઝનના ચેટબોટ લેક્સી (Lexi) ને લોન્‍ચ કરવામાં આવ્યું છે.આ ચેટબોટનો વિકાસ વેલોસિટી ફાઇનાન્સિયલ ટેક્નૉલૉજી ફર્મ દ્વારા કરવામાં આવ્યો છે. લેક્સી ચેટબોટને વેલોસિટી ઈન્સાઈટ્સ અને વેલોસિટી એનાલિટિક્સ પ્લેટફોર્મ સાથે જોડેલ છે. જેમાં દરરોજ ઘણા લોકો માહિતી મેળવવા માટે આવે છે.

Leave a Comment

Share this post