ભારતમાં ચિત્તાના પુન:પ્રવેશ માટે આંતર-સરકારી કરાર

તાજેતરમાં ભારત સરકાર અને દક્ષિણ આફ્રિકા દ્વારા ભારતમાં ચિત્તાના પુન:પ્રવેશ (Re-Introduce) માટે આંતર-સરકારી કરાર પૂર્ણ કરવામાં આવ્યો છે.
 • વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2009માં ચિત્તાને ભારત પરત લાવવાની ચર્ચાઓ શરૂ કરવામાં આવી હતી.
 • 17 સપ્ટેમ્બર, 2022ના રોજ Action Plan for Introduction of Cheetah in India પ્રોજેક્ટ અંતર્ગત મધ્યપ્રદેશના કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે નામીબીયાથી આઠ ચિત્તા (ત્રણ નર અને પાંચ માદા)ને લાવવામાં આવ્યા હતા.
 • ઝૂઓલોજિકલ સોસાયટી ઓફ લંડન, દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ આ પ્રજાતિની 91 ટકા વસતી ખત્મ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકા, નામિબિયા અને બોત્સ્વાનામાં અંદાજિત 7000 થી વધુ ચિત્તા છે.
 • આડેધડ કરવામાં આવતો શિકાર, તેમનો વેપાર અને ગ્લોબલ વોર્મીંગની સૌથી વધારે અસર એશિયાઇ ચિત્તાઓમાં થઇ છે. હાલમાં સમગ્ર એશિયામાં ફક્ત ઇરાનમાં ચિત્તા જોવા મળે છે. તે સિવાય આફ્રિકા મહાદ્વિપમાં પણ ચિત્તા જોવા મળે છે.
 • 2000ની શરૂઆતમાં હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજીના વૈજ્ઞાનિકોએ ઈરાનથી એશિયાઇ ચિત્તાનું ક્લોન તૈયાર કરવાની યોજના બનાવી હતી.
 • ભારતે ઈરાનને જીવંત ચિત્તાની જોડી મોકલવા વિનંતી કરી. ભારતીય વૈજ્ઞાનિકોએ કહ્યું કે જો આ શક્ય ન હોય તો તેઓને ચિત્તાના કેટલાક જીવંત કોષો લેવાની છૂટ આપવામા આવે પરંતુ ઈરાને આ બંને શરતોનો ઇનકાર કર્યો હતો.
 • 1980 થી 1988 સુધી ચાલેલા ઈરાન-ઇરાક યુદ્ધ દરમિયાન દેશની પશ્ચિમ સરહદે મોટી સંખ્યામાં વન્યપ્રાણીઓ મોતને ઘાટ ઉતર્યા હતા. તેમાંથી એશિયન ચિત્તા પણ મોટા પ્રમાણમાં શિકાર બન્યા હતા.
 • ભારતમાં ચિત્તાના પુન:પ્રવેશથી મોટી બિલાડીઓ (વાઘ, સિંહ, ચિત્તો, સ્નો લેપર્ડ અને ચિત્તા)ની પાંચ પ્રજાતિઓ ધરાવતો ભારત વિશ્વનો એકમાત્ર દેશ બની જશે.

 

મુખ્ય મુદ્દા

 • આંતર-સરકારી કરાર અંતર્ગત ફેબ્રુઆરી 2023 દરમિયાન 12 ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી ભારતના કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે લાવવામાં આવશે. ફેબ્રુઆરીમાં 12 ચિત્તાની આયાત બાદ, આગામી 8 થી 10 વર્ષ માટે વાર્ષિક ધોરણે 12 થી વધુ ચિત્તાઓ ભારતમાં લાવવામાં આવશે.
 • કરાર અંતર્ગત બંને દેશો ટેક્નોલોજીના સ્થાનાંતરણ, મેનેજમેન્ટ તેમજ બંને દેશો વચ્ચે સ્થાનાંતરિત કરાતા ચિત્તા માટે દ્વિપક્ષીય કસ્ટોડિયનશિપ વ્યવસ્થા સ્થાપિત કરવા એકબીજાની શ્રેષ્ઠ પ્રથાઓની આપ-લે કરાશે.
 • આ આંતર-સરકારી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું સંકલન ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ફોરેસ્ટ્રી, ફિશરીઝ એન્ડ એન્વાયર્નમેન્ટ દ્વારા દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય જૈવવિવિધતા સંસ્થા, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રીય ઉદ્યાનો, ચિત્તા શ્રેણી વિસ્તરણ પ્રોજેક્ટ તથા નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી અને વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા સંયુક્તપણે કરવામાં આવશે.
 • આ કરારની શરતો સુસંગત રહે તેની ખાતરી કરવા દર પાંચ વર્ષે કરારની સમીક્ષા કરવામાં આવશે.

ભારતમાંથી ચિત્તાના નામશેષ થવાના કારણો/પરિબળો

 • એક સમયે ભારતમાં ચિત્તા વિપુલ પ્રમાણમાં જોવા મળતા હતા. રામાયણમાં પણ ચિત્તાનો ઉલ્લેખ જોવા છે.
 • પરંતુ, મધ્યયુગીન સમયગાળા દરમિયાન, રાજાઓએ કાળિયાર અને ચિંકારાના શિકાર માટે ચિત્તાઓને જાળમાં ફસાવી અને પાળવાનું શરૂ કર્યું. ઉ.દા. મુઘલ સમ્રાટ અકબરે 1000 ચિત્તા પાળ્યા હતા. (આઇને અકબરીમાં ઉલ્લેખ મુજબ)
 • બ્રિટિશરો દ્વારા કરવામાં આવતા “ટ્રોફી હંટિંગ” (જંગલી ચિત્તાઓનો શિકાર) એ પણ ભારતમાંથી ચિત્તાના લૂપ્ત થવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
 • આમ, ભારતમાંથી મુઘલ કાળ અને ખાસ કરીને ઔપનિવેશીકાળ (Colonial Period) દરમિયાન અતિશય શિકાર અને વસવાટની ખોટને કારણે ચિત્તા સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.
 • વર્ષ 1947માં દેશનો છેલ્લો ચિત્તો છત્તીસગઢમાં મૃત્યુ પામ્યો હતો અને 1952ના વર્ષમાં દેશમાંથી ચિત્તાને લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા.

UNKNOWN FACTS ABOUT CHEETTAH SPECIES

 ચિત્તો એ વિશ્વનું સૌથી ઝડપી સસ્તન પ્રાણી છે, જે આફ્રિકા અને એશિયામાં જોવા મળે છે.

 આફ્રિકન ચિત્તા

 • વૈજ્ઞાનિક નામ  : Acinonyx Jubatus
 • લાક્ષણિકતાઓ : તેમની ત્વચા સહેજ ભૂરા અને સોનેરી રંગની હોય છે અને એશિયાટિક ચિત્તા કરતાં કદમાં મોટા હોય છે.
 • વિતરણ : સમગ્ર આફ્રિકન ખંડમાં હજારોની સંખ્યામાં જોવા મળે છે.

સંરક્ષણ સ્થિતી

 • IUCN રેડ લિસ્ટ : Vulnerable (સંવેદનશીલ સ્થિતીમાં)
 • CITES : પરિશિષ્ટ 1
 • WPA : શેડ્યૂલ-2

 

એશિયાટિક ચિત્તા

 • વૈજ્ઞાનિક નામ : Acinonyx Jubatus Venaticus
 • લાક્ષણિકતા : આફ્રિકન ચિત્તા કરતાં કદમાં નાના હોય છે અને શરીરની નીચે, ખાસ કરીને પેટ પર વધુ                       રુવાંટીવાળી આછા પીળાશ પડતી રંગની ચામડી હોય છે.
 • વિતરણ : માત્ર ઈરાનમાં જ જોવા મળે છે, જ્યાં તેમની 100થી ઓછી સંખ્યા હોવાનું અનુમાન છે.

સંરક્ષણ સ્થિતી

 • IUCN રેડ લિસ્ટ : critically endangered (ગંભીર રીતે ભયંકર સ્થિતીમાં)
 • CITES : પરિશિષ્ટ 1
 • WPA : શેડ્યૂલ-2

Leave a Comment

Share this post