વડોદરામાં ગુજરાતના સૌથી લાંબા ઓવરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

વડોદરામાં ગુજરાતના સૌથી લાંબા ઓવરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

  • ગુજરાતના શહેરી વિસ્તારોમાં સૌથી લાંબા એવા 3-5 કિ.મી. અંતર અને રૂ. 230 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ફ્લાય ઓવરબ્રિજનું વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું.
  • આ પ્રસંગે મુખ્યમંત્રીએ આગામી સમયમાં સરકારી યોજનાઓનો લોકોને સરળતાતી લાભ મળે એવા હેતુથી સરકાર ફેમિલી કાર્ડ લોન્ચ કરવા જઇ રહી છે તેનો ખ્યાલ પ્રસ્તુત કર્યો હતો.
  • ફેમિલી કાર્ડ અંગે સંદર્ભ ટાંકતા તેઓએ જણાવ્યું હતુ કે, આ ફેમિલી કાર્ડ ધરાવતા લાભાર્થી પરિવારે એક યોજનાનો લાભ લીધો હોય ત્યારે સરકારી કચેરીમાં રજૂ કરેલા દસ્તાવેજ અન્ય યોજના માટે માન્ય રહે તેવી વ્યવસ્થા વિક્સાવવામાં આવી રહી છે એટલે વિવિધ યોજના માટે વારંવાર દસ્તાવેજો આપવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
  • આ અવસરે ભૂપેન્દ્ર પટેલે વડોદરા સ્માર્ટસિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા પ્રકાશિત – ‘Majestic Vadodara – Page from the Past’ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.

Leave a Comment

Share this post