ચિલ્લાઇ કલાન (Chilla-i-Kalan)

  • ડિસેમ્બરના પાછલા દિવસોમાં જ્યારે કાશ્મીરમાં બરફના તોફાનો અને હિમવર્ષા સાથે અતિશય ઠંડીની શરૂઆત થાય છે ત્યાર પછીના તાપમાનની દૃષ્ટિએ ખૂબ જ ઠંડા એવા 40 દિવસના સમયગાળાને કાશ્મીરીઓ ‘ચિલ્લાઇ કલાન’ તરીકે ઓળખે છે.
  • આ સમયગાળા દરમિયાન તાપમાન માઇનસ 11 ડીગ્રી સુધી જતું રહે છે.
  • આવી કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા સ્થાનિકો, બુખારી, ફેરન, સમોવાર વગેરેનો ઉપયોગ કરે છે.
  • બુખારી એટલે નળાકારા આકારનો ચુલો કે જેમાં લાકડાનું ભુસું અથવા લાકડાને બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. બુખારી ઉપર એક પાઇપ જોડી તેનો ચીમની તરીકે ઉપયોગ કરી ધુમાડાને રૂમની બહાર કાઢવામાં આવે છે, લાકડાના સળગેલા કોલસાથી બુખારી લાંબો સમય ગરમ રહેવાથી આખા રૂમમાં ગરમાવો પથરાઇ જાય છે.
  • ચિલ્લાઇ કલાન દરમિયાન જ્યારે લોકો ઘરની બહાર નીકળે છે ત્યારે ઠંડી સામે રક્ષણ મેળવવા ઓવરકોટ અને ઝભા પ્રકારનું ઉનમાંથી બનેલો પોષાક પહેરે છે જેને ફેરન તરીકે ઓળખવામાં આવે છે, જે ઘુંટણથી નીચે સુધી લંબાઇ ધરાવે છે.
  • સમોવાર ગરમ ધાતુનો કીટલો છે જે પરંપરાગત રીતે પાણી ગરમ કરવા અને ઉકાળવા માટે વપરાય છે. યુરોપ, ઇરાન, અફઘાનીસ્‍તાન, કાશ્‍મીર, વિયેતનામ સહિત અનેક દેશોમાં વપરાતો સમોવાર કાશ્‍મીરીઓ માટે ચા અને કાવો બનાવવા અને ગરમ રાખવા માટેનો અતી ઉપયોગી કીટલો છે.

Leave a Comment

Share this post