વૃંદાવન (ઉત્તરપ્રદેશ) ખાતે દેશનું સૌથી મોટું ‘સિટી ફોરેસ્ટ’ બનાવવામાં આવી રહ્યું છે

સિટી ફોરેસ્ટ

  • મંદિરના શહેર તરીકે પ્રખ્યાત એવા વૃંદાવન (ઉત્તરપ્રદેશ) ખાતે દેશનું સૌથી મોટું ‘સિટી ફોરેસ્ટ’ બનાવવામાં આવી રહ્યું છે.

મુખ્ય મુદ્દા

  • આ સિટી ફોરેસ્ટને ‘સૌભારી સિટી ફોરેસ્ટ’ નામ આપવામાં આવ્યું છે.
  • સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, ઉત્તર પ્રદેશ બ્રિજ તીર્થ વિકાસ પરિષદ, મથુરા-વૃંદાવન વિકાસ સત્તામંડળ અને રાજ્યના વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ મહત્વાકાંક્ષી પરિયોજના પર કામ કરવામાં આવી રહ્યું છે.
  • સુનરખ અને અટાસ ગામો તથા વૃંદાવનના જહાંગીરપુર ખાદર વિસ્તારની થઇને કુલ 130 હેક્ટર જમીનને 10 વર્ષ માટે વન વિભાગને આપવામાં આવી છે.
  • આ પ્રોજેક્ટને કુલ બે તબક્કામાં લાગુ કરવામાં આવી રહ્યો છે; પ્રથમ તબક્કામાં 123 હેક્ટર વિસ્તારમાં 76,875 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં પઠાર, પીપળો, જામુન, શીશમ, આમળા, લીમડો, વડ, આંબો, જામુન વગેરેના છોડ રોપવામાં આવ્યા છે. ઉપરાંત બ્રજના પૌરાણિક મહત્વને ધ્યાને લઇને લગભગ 25 પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે. છોડની જાળવણી માટે કાંટાળા તારથી ફેન્સીંગ કરવામાં આવશે.
  • આગામી સમયમાં આ સિટી ફોરેસ્ટને પાર્કનું સ્વરૂપ પણ આપવામાં આવશે. જેથી ભક્તો અને પ્રવાસીઓ અહીં આવીને વિહાર કરી શકે. અહીં બાળકો માટે જોગિંગ ટ્રેક, સ્વિંગ અને અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવશે

Leave a Comment

Share this post