કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત સુધારો) બિલ, 2021

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત સુધારો) બિલ, 2021ને તેમની સંમતિ આપી

 • ક્રિમિનલ પ્રોસિજર કોડ (ગુજરાત સુધારો) બિલ, 2021, ગયા વર્ષે માર્ચમાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.
 • ચાર કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા કરવા પર પ્રતિબંધ મૂકતા મેજિસ્ટ્રિયલ ઓર્ડરનું ઉલ્લંઘન કરનારા લોકોને  હવે ગુજરાતમાં ફોજદારી કેસોનો સામનો કરવો પડશે કારણ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત સુધારો) બિલ, 2021ને તેમની સંમતિ આપી છે.
 • આ બિલ વહીવટીતંત્રને ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC)ની કલમ 144નું ઉલ્લંઘન કરી વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો સામે ફોજદારી કેસ નોંધવાની સત્તા આપે છે.
 • CrPC ની કલમ 144 હેઠળના આદેશો ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકે છે જેથી કોઈ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુરક્ષિત રહી શકે
 • વિધેયક અનુસાર, મેજિસ્ટ્રેટના આદેશના ભંગને ભારતીય દંડ સંહિતાની કલમ 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરાયેલ આદેશની અવહેલના) હેઠળ નોંધનીય અપરાધ તરીકે ગણવામાં આવશે.
 • કલમ 144નો ઉપયોગ આંદોલનના ફેલાવાને રોકવા માટે વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કરવા માટે થાય છે.ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ ઉલ્લંઘન કરનારા માટે મહત્તમ સજા 6 મહિનાની જેલ છે.
 • આ ખરડો CrPCની કલમ 195માં સુધારો કરે છે જે જણાવે છે કે સંબંધિત સરકારી સેવકની લેખિતમાં ફરિયાદ સિવાય કોઈપણ અદાલત જાહેર સેવકોની કાયદેસર સત્તાના તિરસ્કાર માટે કોઈપણ ગુનાહિત કાવતરાની નોંધ લેશે નહીં.
 • વિધેયકના નિવેદન અને ઉદ્દેશ્યમાં જણાવાયું છે કે કાયદો બન્યા બાદ ગુજરાત સરકાર, પોલીસ કમિશનરો અને જિલ્લા મેજિસ્ટ્રેટને પ્રતિબંધિત આદેશો જારી કરવા, કોઈ પણ વ્યક્તિને ચોક્કસ કૃત્યથી પ્રતિબંધિત કરવા અથવા જાહેર સુલેહ-શાંતિને ખલેલ પહોંચાડવા અથવા અટકાવવા માટે સત્તા આપવામાં આવશે.
 • કલમ 144 હેઠળનો ઓર્ડર મહત્તમ છ મહિના સુધી માન્ય છે અને તે પછી તેની સમીક્ષા કરવાની રહેશે.
 • CrPC 1973 ની કલમ 195 મુજબ, આવા આદેશો જારી કરનારા જાહેર સેવકોએ ઉલ્લંઘન કરનારાઓ સામે ફરિયાદી બનવાનું ફરજિયાત છે જેના કારણે અધિકારીઓ કાયદાનો અમલ કરવામાં અનિચ્છા અનુભવે છે

1 thought on “કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત સુધારો) બિલ, 2021”

 1. ગુજરાત સરકારનો આ નિર્ણય બંધારણની વિરુદ્ધ છે,બંધારણ મુજબ કોઈપણ વ્યક્તિ કે સમૂહ સરકારનો વિરોધ કરી શકે છે. આ ગુજરાત સરકારનું એક તાનાશાહી પગલુ કહી શકાય.

  Reply

Leave a Comment

Share this post