કેન્દ્રીય કેબિનેટ દ્વારા પ્રતિસ્પર્ધા (સુધારા) ખરડો – 2022 ને મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતા વાળી કેન્દ્રીય કેબિનેટ દ્વારા તાજેતરમાં પ્રતિસ્પર્ધા (સુધારા) ખરડો – 2022 ને મંજૂરી આપવામાં આવી હતી.
  • તે ભારતીય સ્પર્ધા પંચ (Competition commission of India – CCI ) ના માળખામાં ફેરફાર કરવા તેમજ નવા યુગના બજારની જરૂરિયાતોને સંબોધવા માટે વર્તમાન સ્પર્ધા કાયદામાં મૂળભૂત, પ્રક્રિયાગત અને સંસ્થાકીય જોગવાઈમાં ફેરફાર કરશે.

પ્રતિસ્પર્ધા (સુધારા) ખરડો – 2022 સંબંધિત મહત્વની બાબતો

  • પ્રતિસ્પર્ધા સુધારા (ખરડો)-2022 એ 5 ઓગસ્ટ 2022 ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.
  • જયંતસિન્હાની આગેવાની હેઠળની સંસદીય પેનલ દ્વારા આ ખરડા માટે ભલામણ કરવામાં આવી હતી.
  • વર્ષ 2009માં અમલમાં આવેલ ભારતીય પ્રતિસ્પર્ધા કાયદામાં આ ખરડા વડે પ્રથમ વખત ભારત સરકાર દ્વારા વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે.

પ્રતિસ્પર્ધા (સુધારા) ખરડો – 2022ની કેટલીક મુખ્ય દરખાસ્તો :

  • પ્રતિસ્પર્ધાત્મક કરારોનો અવકાશ વિસ્તૃત કરવો.
  • મર્જર અને એક્વિઝિશનની મંજૂરી માટેની સમય મર્યાદા હાલના 210 દિવસથી ઘટાડીને 150 દિવસ કરવી.
  • પ્રતિસ્પર્ધાત્મક કરારો અને પ્રભાવશાળી પદના દૂરઉપયોગને લગતા કેસ દાખલ કરવા માટે ત્રણ વર્ષની મર્યાદા અવધિ પ્રદાન કરવી.
  • સમાધાન અને પ્રતિબદ્ધતા તથા ફ્રેમવર્કની શરૂઆત કરવી.
  • બૌદ્ધિક સંપદા અધિકારોનો વાજબી ઉપયોગ તેમજ વર્ચસ્વના દૂરુપયોગના આરોપો સામે માન્ય બચાવ.

Leave a Comment

TOPICS : ,

Share this post