CSKના કેપ્ટન તરીકે ધોનીની 200મી IPL મેચ

CSKના કેપ્ટન તરીકે ધોનીની 200મી IPL મેચ

  • મહેન્દ્ર સિંહ ધોની CSK ટીમના કેપ્ટન તરીકે 200મી મેચ રમતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ 200 મેચોમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરનાર પ્રથમ કેપ્ટન બન્યા હતા. IPLમાં કેપ્ટન તરીકે ટીમ માટે સૌથી વધુ વખત રમવામાં રોહિત શર્મા બીજા ક્રમે છે. રોહિતે 146 મેચમાં મુંબઈની કેપ્ટનશિપ કરી છે. બેંગ્લોર માટે 140 મેચમાં કેપ્ટનશિપ સાથે વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા નંબર પર છે.

CSK કેપ્ટન તરીકે ધોનીના કેટલાક ટોચના રેકોર્ડ્સ

  • CSK ટીમના સુકાની એમ.એસ.ધોની IPLમાં 5,000 રન બનાવનાર 5માં ભારતીય બેટ્સમેન બન્યા છે. એમ.એસ.ધોની ચાર ટ્રોફી (2010, 2011, 2018 અને 2021) સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગના બીજા સૌથી સફળ કેપ્ટન છે. મુંબઈ ઈન્ડિયન્સના સુકાની રોહિત શર્મા 5 ટાઈટલ સાથે સૌથી સફળ IPL સુકાની છે.
  • એમ.એસ.ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટુર્નામેન્ટના ઈતિહાસમાં નવ IPL ફાઈનલનો રેકોર્ડ બનાવ્યો હતો. CSKની છેલ્લી IPL ટ્રોફી એમ.એસ.ધોનીની સુકાનીમાં IPL 2021માં આવી હતી.

Leave a Comment

Share this post