સાયબર સંગિની પ્રોગ્રામ

તાજેતરમાં સરકારના કોમન સર્વિસ સેન્ટર (CSC) એકેડમી અને OPPO Indiaની સહભાગીદારી હેઠળ સાયબર સંગિની પ્રોગ્રામ શરૂ કરાયો છે.
  • જેમાં ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારની મહિલાઓને સાયબર સુરક્ષા વિશે સશક્ત બનાવાનો પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમને ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સમર્થન કરશે.

સાયબર સંગિની પ્રોગ્રામ વિશે

  • OPPO India અને સરકારના CSC દ્વારા દેશમાં 10,000 મહિલાઓને સાયબર સુરક્ષા અને સાયબર સતર્કતા વિશે તાલીમ આપવા માટે સાયબર સંગિની પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.
  • તે મહિલાઓને પ્રમાણિત ‘સાયબર સંગિની’ બનવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરશે, જેથી તેઓ યોગ્ય સાયબર સુરક્ષા એમ્બેસેડર બની શકશે.
  • પ્રોગ્રામ હેઠળ 45-દિવસનો કોર્સ પૂર્ણ થવા પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (NIELIT) તરફથી પ્રમાણપત્ર આપવામાં આવશે, જેની મદદથી મહિલાઓ માટે રોજગાર અને આજીવિકાની તકોમાં વધારો થશે.
  • સાયબર સંગિનીઓને ઘાતક સાયબર ગુનાઓથી બચાવવા માટે હાલના કાયદા અને માળખા વિશે તાલીમ આપવામાં આવશે.
  • સાયબર સંગિની પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ઓનલાઈન જગતમાં સાયબર ગુનાઓથી સુરક્ષા વધારવાનો છે.
  • સોશિયલ મીડિયાના વ્યાપક ઉપયોગ અને ડિજિટલ પેમેન્ટના ઝડપી સ્વીકાર સાથે; સાયબર એટેક, સાયબર ધમકી, ડેટાની ચોરી અને વેપાર/પ્રતિષ્ઠાને નુકસાનની કોઈપણ ઘટનાથી બચવા વિશે આ પ્રોગ્રામમાં જણાવવામાં આવશે.
  • આ પહેલ નાગરિકોની સાયબર સલામતીને મજબૂત કરવા માટે એક નિર્ણાયક પગલું છે, જે ડિજિટલ અર્થતંત્રમાં ઉન્નત જાહેર ભાગીદારીને સક્ષમ કરે છે. તેમજ, દેશના સમાવિષ્ટ સામાજિક અને આર્થિક વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં પણ એક પગલું છે.
  • સાયબર સુરક્ષામાં કુશળ મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે તેઓ નાગરિકો પાસેથી નજીવી ફી વસૂલીને સાયબર સુખાકારી વિશે જ્ઞાન આપશે.

Leave a Comment

Share this post