‘ગુજરાતી વાણીના વકીલ’ કવિશ્વર દલપતરામ

‘ગુજરાતી વાણીના વકીલ’ કવિશ્વર દલપતરામ

 • જન્મ : 21-01-1820 (સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં)
 • અવસાન : 25-03-1898 (અમદાવાદ)
 • મૂળ નામ : કવિ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી
 • ઉપનામ : કવિશ્વર (એલેક્ઝાંડર ફાર્બસે બિરુદ આપ્યું), લોકહિત ચિંતક, સભારંજની કવિ, ગુજરાતી વાણી રાણીના વકીલ(મહારાજા ખંડેરાવ ગાયકવાડ દ્વારા), અર્વાચીન યુગનો કૂકડો, ગરબી ભટ્ટ (નર્મદે આપેલું બિરુદ), સમર્થ ઉપકવિ (વિજયરાય વૈધ કહ્યું) , ગુજરાતી ભાષાના શાણા શિક્ષક, રાજકવિ
 • જ્ઞાતિ : શ્રીમાળી બ્રાહ્મણ
 • દલપતરામનું વખણાતું સાહિત્ય : હડૂલા
 • સૌપ્રથમ કાવ્ય : બાપાની પીપર
 • સાહિત્યિક ગુરુ : દેવાનંદ સ્વામિ
 • ધાર્મિક ગુરુ : ભૂમાનંદ સ્વામિ

વિશેષ

 • દલપતરામ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવિ છે.
 • એલેકઝાન્ડર ફાર્બસ સાથે મળી “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા)” ની સ્થાપના કરી તથા તેના દ્વારા પ્રકાશિત સામાયિક “બુદ્ધિપ્રકાશ” ના તંત્રી પદે તેઓ રહ્યા હતા.
 • દલપતરામ અમદવાદના શેઠ હિમભાઇ પાસેથી 3000નું દાન મેળવી “હિમાભાઈ ઇન્સ્ટીટ્યુટ”ની સ્થાપના કરી. જે હાલમાં “નેટિવ લાઈબ્રેરી” તરીકે ઓળખાય છે
 • દલપતરામે ગુજરાતનાં શિક્ષણખાતાની ગુજરાતી ભાષાની પ્રથમ વાંચનમાળા “હોપ વાંચનમાળા” (1858) તૈયાર કર્યો હતો.
 • દલપતરામે ગુજરાતી સાહિત્યમાં નવો છંદ આપ્યો. મનહર છંદ (31 અક્ષર) તેના મોટા ભાગના કાવ્યો આ છંદમાં લખાયેલા છે.
 • નર્મદ દ્વારા દલપતરામને “ગરબી ભટ્ટ” અને વિજયરામ વૈદ્ય દ્વારા તેઓને “સમર્થ ઉપકવિ” જેવા બિરુદ આપવામાં આવ્યા છે .
 • દલપતરામે “જીવરામ ભટ્ટ” નામક ગુજરાતી સાહિત્યનું અમર પાત્ર આપ્યું છે.
 • વર્ધમાન માનવસેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે “કવિશ્વર દલપતરામ એવોર્ડ” આપવામાં આવે છે.

લેખન

 1. સૌપ્રથમ ગુજરાતી કવિતા : બાપાની પીપર
 2. દલપતરામનું શ્રેષ્ઠ નાટક : મિથ્યાભિમાન
 3. ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્ય સંગ્રહ : કાવ્ય દોહન
 4. સૌપ્રથમ ગુજરાતી વાર્તા સંગ્રહ : તાર્કિક બૌધ
 5. સૌપ્રથમ ગુજરાતી કરૂણપ્રશસ્તિ : ફાર્બસ વિરહ
 6. સૌપ્રથમ ગુજરાતી નાટક : લક્ષ્મી
 7. અર્વાચીન ગુજરાતીનું સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય : હુન્નરખાનની ચડાઈ
 8. છંદશાસ્ત્રમાં પ્રકાશિત થયેલું દલપતરામનું પુસ્તક : દલપત પિંગળ

કવિ દલપતરામની જાણીતી પંક્તિઓ

 • સાંભળી શિયાળ બોલ્યો, દાખે ‘દલપતરામ ‘ અન્ય નું તો એક ચ્હે આપના અઢાર છે
 • કેડે થી નમેલી ડોશી દેખીને જુવાન નર (ગીત)
 • પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા
 • કરતાં ઝાળ કરોળિયો ભોય પડી પછડાય
 • જોયા બે જૂના જોગી રે કહે સૈયર તે કોણ હશે? (ગરબી)
 • સાગ ઉપર કાગ બેઠો, રથે બેઠી રાણી
 • ઓ ઈશ્વર ભજીયે તને મોટું છે તુજ નામ
 • લાંબા જોડે ટુકો જાય મરે નહીં તો માંદો થાય
 • ભણતા પંડિત નીપજે લખતા લહિયો થાય
 • લાખો કીડી પર લાડવો આખો મેળો તો મારી જાય

Leave a Comment

TOPICS : , ,

Share this post