દાંડીકૂચ (12 માર્ચ 1930 – 5 એપ્રિલ 1930)

દાંડીકૂચ (12 માર્ચ 1930 – 5 એપ્રિલ 1930)

  • દાંડીકુચની શરૂઆત ગાંધીજીએ તેમના 78 સાથીદારો સાથે અમદાવાદથી 12 માર્ચ 1930ના રોજ પદયાત્રા સ્વરૂપે કરી હતી. જે 6 એપ્રિલ 1930એ નવસારી નજીક આવેલા દરિયા કિનારાનાં દાંડી ગામે પુરી થઈ હતી. 2 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ વાઇસરોય ઇરવીન સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો જે અંતર્ગત જો વાઇસરોય જમીન મહેસૂલ આકારણીમાં રાહત, સૈન્ય ખર્ચમાં ઘટાડો, વિદેશી કપડાં પર કરવધારો અને મીઠાનો કર સમાપ્ત કરવા સહિતની અગિયાર માંગણીઓ સ્વીકારવા તૈયાર હોય તો કૂચ રોકવાનો પ્રસ્તાવ મોકલ્યો.વાઇસરોયે ગાંધીજીને મળવાનો ઇન્કાર કરી આ પ્રસ્તાવને ફગાવી દેતાં કૂચની તૈયારીઓએ ગતિ પકડી.
  • ગાંધીજીએ ટીપ્પણી કરી કે, ” મેં ઘૂંટણ ટેકવીને રોટલીનો ટુકડો માંગ્યો હતો બદલામાં મને પથ્થર મળ્યા.“ સાબરમતી આશ્રમમાંથી કૂચ નીકળી ત્યારે ગાંધીજી ઉપરાંત 78 સત્યાગ્રહીઓ જોડાયા હતા. માર્ગમાં 2 વધુ ઉમેરાયા. આમ દાંડી તટે જ્યારે મીઠાનો કાયદો તોડી સવિનય કાનૂનભંગની રાષ્ટ્રવ્યાપી લડતનો આરંભ થયો ત્યારે કુલ 81 સત્યાગ્રહીઓ ઉપસ્થિત હતા.
  • દાંડી ગામની પસંદગી સરદાર વલ્લભભાઈ પટેલની હતી. દાંડીકૂચની પૂર્વ તૈયારી અને નિશ્ચિત કામગીરી માટે ગાંધીજીએ વલ્લભભાઈને નિયુક્ત કર્યા હતા. ગાંધીજીની સૂચના અનુસાર સરદાર આ નકશો દોરી રહ્યા હતા, ત્યાં જ 7મી માર્ચ, 1930ના સરકારે દેશદ્રોહના આરોપસર વલ્લભભાઈની ધરપકડ કરી ત્રણ માસના કારાવાસમાં ધકેલી દીધા.
  • કૂચનું અંતર 241 માઈલ (લગભગ 386 કિમી.) હતું. સત્યાગ્રહ માટે તીથલ, ધરાસણા, લસુંદ્રા અને બદલપુરનાં નામોની ચર્ચા થઈ. સૂરત જિલ્લાના કાર્યકર કલ્યાણજી મહેતાએ સરદાર પટેલ  સમક્ષ એવું સૂચન કર્યું કે ગાંધીજી આ કૂચ માત્ર બદલપુર સુધી ન લઈ જતાં તેને સૂરત જિલ્લાના દરિયાકિનારા સુધી લંબાવે છે.
  • ગાંધીજીએ કહ્યું હતું, “મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છે. હું કાગડાને મોતે મરીશ, હું કૂતરાને મોતે મરીશ, પણ સ્વરાજ્ય લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી.” 6ઠ્ઠી એપ્રિલે સવારે 6.00 વાગ્યે સમુદ્રસ્નાન કરીને 6.30 વાગ્યે તેમણે મીઠાની ચપટી ભરી અને હજારો લોકોનો ગગનભેદી નાદ ગાજી ઊઠ્યો, “નમકકા કાયદા તોડ દિયા.” એ ચપટી ભરતાં ગાંધીજીએ કહ્યું કે, “બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું”
  • કૂચના આરંભ પૂર્વે ગાંધીજીએ સૌ કૂચવાસીઓને ચેતવેલા. ‘યાદ રાખજો આ જિંદગીભરની ફકીરી છે….. મહાધર્મયુદ્ધ છે ……… મહાવ્યાપક યજ્ઞ છે.’
  • આ યાત્રા દરમિયાન ચાલવાની કંઈ મુશ્કેલી ઊભી થાય તેવી પૂર્વધારણાને કારણે શેઠ ચીનુભાઈએ એક પાણીદાર સફેદ અશ્વ અને તેનો સાઇસ (રખેવાળ) મોકલેલો. થોડા દિવસ બાદ તેની કોઈ આવશ્યકતા ન હોવાને કારણે ગાંધીજીએ આભાર સાથે આ અશ્વસહાય નવાગામથી પરત મોકલી દીધી. રથાણ અને ભાટગામ વચ્ચે 29મી માર્ચે ગાંધીજીએ ભીષ્મપ્રતિજ્ઞા કરી કે ‘હું કાગડાને મોતે મરીશ, હું કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ વિના હું આશ્રમમાં પાછો ફરવાનો નથી’.
  • ‘6ઠ્ઠી એપ્રિલે સમુદ્રસ્નાન બાદ દાંડીના દરિયાકિનારેથી મીઠું લઈને તેને શુદ્ધ કર્યું હતું. બાદમાં અમદાવાદ ખાતે તે મીઠાની લિલામી થઈ હતી.
  • દાંડીકૂચના પરિણામે 5 માર્ચ, 1931ના રોજ ગાંધી-ઇરવીન કરાર થયા.

Leave a Comment

TOPICS : ,

Share this post