બાબા આમ્ટેની પુણ્યતિથિ

  • 9 ફેબ્રુઆરી ભારતીય વકીલ અને ગાંધીવાદી સામાજિક કાર્યકર્તા બાબા આમ્ટેની પુણ્યતિથિ હતી.
  • તેમનો જન્મ 26 ડિસેમ્બર, 1914ના રોજ મહારાષ્ટ્રના વર્ધા પાસે આવેલા હિંગલગઢ ખાતે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ મુરલીધર દેવીદાસ આમ્ટે હતું. શ્રીમંત કુટુંબમાં જન્મેલા મુરલીધરને બાબા નામ તેમના પિતાએ આપ્યું હતું.
  • 1940માં ગાંધીજીના અહિંસા આંદોલનથી પ્રેરાઈને વકીલાત છોડીને મહારાષ્ટ્રના સેવાગ્રામ આશ્રમમાં દલિતો સાથે કામ કરવાનું શરૂ કર્યું.
  • 1942માં ભારત છોડો અભિયાનમાં ભાગ લેવાથી જેલવાસ થયેલ કેદીઓના બચાવપક્ષના વકીલ તરીકે કામ કર્યું હતું. ખુદ ગાંધીજીએ તેમને ‘અભય સાધક’ નામ આપ્યું હતું.
  • 1949માં કલકત્તા સ્કૂલ ઓફ ટ્રોપીકલ મેડિસનમાં બિમારી પર અભ્યાસ કર્યો, 1949માં કુષ્ઠ રોગીઓના ઉપચાર, પુનર્વાસ તથા સશક્તિકરણ હેતુસર આનંદવન આશ્રમની સ્થાપના કરી. 9 ફેબ્રુ. 2008ના રોજ તેમનું અવસાન થયું હતું.
  • માનવજાતની સેવા બદલ તેમને મેગ્સેસે એવોર્ડ (1985), સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પુરસ્કાર (1988), ટેમ્પલટન પુરસ્કાર(1990), ગાંધી શાંતિ પુરસ્કાર (1999) વગેરે જેવા પુરસ્કારો મળેલ છે.

Leave a Comment

Share this post