ગુજરાતનાં ભુતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની પુણ્યતિથિ

ગુજરાતનાં ભુતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની પુણ્યતિથિ

 • જન્મ : 3 જૂન,1929 (સંખેડા)
 • અવસાન : 17 ફેબ્રુઆરી,1994(અમદાવાદ)
 • પિતા : જીવાભાઈ
 • માતા : રેવાબહેન
 • ગુજરાતના મુખ્યમંત્રી : (1) તા.17/07/1973 થી 09/02/1974 (2) ગુજરાતના પાંચમા મુખ્યમંત્રી : તા.04/03/1990 થી તા.17/02/1994
 • 1967માં તેઓ સંખેડા વિધાનસભા ક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને હિતેન્દ્ર દેસાઈના મંત્રીમંડળમાં જોડાયા હતા.
 • 17 જુલાઇ,1973માં ઘનશ્યામભાઈ ઓઝાની સરકારને ગબડાવી અને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓએ 9 ફેબ્રુઆરી, 1974 સુધી આ પદભાર સંભાળ્યો. 1974માં ભ્રષ્ટાચાર વિરુદ્ધના નવનિર્માણ આંદોલનને કારણે તેઓને પદ છોડવું પડ્યું.તેઓ ફરીથી 4 માર્ચ, 1990ના રોજ, જનતા દળ (ગુજરાત)-ભારતીય જનતા પાર્ટીની ગઠબંધન વાળી સરકારમાં મુખ્યમંત્રી બન્યા.
 • તેમને કોકમ થિયરીના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના (Congress) ખામ થિયરીનો સામનો કરવા માટે શરૂ કરવામાં આવી હતી.
 • તેઓ એવા પ્રથમ મુખ્યમંત્રી છે કે જેમણે ગુજરાતના ઔદ્યોગિકીકરણ માસ્ટર પ્લાનના ભાગરૂપે ખાનગી પક્ષો દ્વારા ગુજરાતના બંદરો, રિફાઈનરીઓ અને પાવર પ્લાન્ટના વિકાસની શરૂઆત કરી હતી.
 • તેમના બીજા કાર્યકાળ દરમિયાન, તેઓ હિંદુ અને જૈન તહેવારોના દિવસોમાં ગૌહત્યા અને માંસના વેચાણ પર પ્રતિબંધ માટે બિલ પસાર કર્યું હતું.
 • તેમણે મુખ્યમંત્રી તરીકેની પોતાની પ્રથમ મુદ્દતમાં ‘સરદાર સરોવર બંધ (નર્મદા બંધ) પરિયોજના’ની પરિકલ્પના કરી અને બીજી મુદ્દતમાં નર્મદા બંધનું અસરકારક બાંધકામ કરાયું. તેમણે નર્મદા બંધને ગુજરાતની જીવાદોરી સમાન ગણાવેલો.
 • તેમણે ‘કિસાન મજદૂર લોક પક્ષ’(કિમલોપ) નામના પ્રાદેશિક પક્ષની રચના કરી.
 • 1977માં તેઓ ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ વેલફેર’ના ભારતના પ્રમુખ બન્યા હતા.

 

Leave a Comment

Share this post