મકરંદ વજેશંકર દવેની પુણ્યતિથિ

મકરંદ વજેશંકર દવેની પુણ્યતિથિ

 • ઉપનામ : સાંઇ કવિ
 • જન્મ : 13- નવેમ્બર,1922 ; ગોંડલ
 • અવસાન : 31 – જાન્યુઆરી,2005, નન્દીગ્રામ, વલસાડ
 • કુટુમ્બ : પત્ની – ઈષા કુંદનિકા ;
 • સાહિત્ય થકી દિવ્યતાના સર્જક કવિ મકરંદ દવેને સ્વામી આનંદે ‘સાંઇ’ ઉપનામ આપ્યું હતું.
 • ગઝલ સમ્રાટ ‘ઘાયલ’ના પરમ મિત્ર – તેમની સાથે ગઝલ વિશેનું સુંદર પુસ્તક‘છીપનો ચહેરો ગઝલ’ લખ્યું હતું.
 • વર્ષ 1987માં તેમના પત્ની સાથે તેઓ વલસાડ નજીક ધરમપુર ખાતે સ્થાયી થયા અને ત્યાં આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે નંદીગ્રામની સ્થાપના કરી.
 • વર્ષ 1979માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.
 • તેમના આધ્યાત્મિક અને સાહિત્યિક સર્જન માટે તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર(1997), નરસિંહ મહેતા પુરસ્કાર, અરબિંદો પુરસ્કાર મળ્યા હતા.
 • તેઓ કુમાર (1944-45), ઉર્મિ નવરચના (1946), સંગમ, પરમાર્થી સામયિકો અને જય હિંદ દૈનિકના સંપાદક રહ્યા હતા
 • ‘હવાબારી’ ગઝલસંગ્રહ છે અને ‘ઉજાગરી’ મુક્તકોનો સંગ્રહ છે.

કૃતિઓ

 • પંક્તિઓ : ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.’ ; ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ ; ‘ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી’
 • કવિતા : તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, અમલ પિયાલી, હવાબારી, ‘મકરંદ-મુદ્રા’ (સમગ્ર કવિતા) , અમેરિકાનો ચિરંતન ચહેરો
 • નવલકથા : માટીનો મહેકતો સાદ
 • ચિંતન : યોગપથ, ભાગવતી સાધના, સહજને કિનારે, ચિરંતના, એક પગલું આગળ, રામનામ તારક મંત્ર, સૂર્યની આમંત્રણ પત્રિકા, ગર્ભદીપ, ચિદાનંદા, તપોવનની વાટે
 • બાળ સાહિત્ય : ‘ઝબૂક વીજળી ઝબૂક’ (1955), બે ભાઇ, તાઇકો
 • ગીતનાટિકા : શેણી વિજાણંદ, પ્રેમળ જ્યોત
 • ચરિત્ર :  યોગી હરનાથના સાંનિધ્યમાં, પીડ પરાઇ,
 • સંપાદન : સત કેરી વાણી, ભજન રસ

Leave a Comment

Share this post