આજે ગુજરાતી કવિતાના મંદિર રમેશ પારેખની પુણ્યતિથિ …

 • રમેશ પારેખનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૪૦ના રોજ અમરેલી ખાતે કપોળ વણિક કુટુંબમાં મોહનલાલ અને નર્મદાબેનને ત્યાં થયો હતો.
 • તેમની પ્રથમ વાર્તા પ્રેતની દુનિયા, ચાંદની સામાયિકમાં તેઓ જ્યારે શાળામાં હતા ત્યારે પ્રગટ થઇ હતી.
 • રમેશ પારેખ ગુજરાતી ભાષાના કવિ અને ગીતકાર હતા. તેઓ આધુનિક ગુજરાતી કવિતાના સૌથી વધુ લોકપ્રિય કવિ હતા.
 • ૧૭ મે ૨૦૦૬ના રોજ રાજકોટ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.
 • તેમને ર.પા અથવા છ અક્ષર નું નામ વડે પણ ઓળખવામાં આવે છે
 • ઉપનામ : છ અક્ષરનું નામ
 • સાવરિયો રે મારો સાવરિયો ખુબ જ જાણીતું ગીત
 • ગદ્યમાં પાત્રો યાદગાર બની જતા હોય છે પરંતુ પદ્યમાં પાત્રની આસપાસ નું ભાવનાત્મક વાતાવરણ ઉભુ કરીને પાત્રને અમર બનાવી દેનાર લયના રાજવી કવિ શ્રી રમેશ પારેખ એમની કૃતિઓમાંના આલા ખાચર જેવા પાત્રોને આજેય ભાવકો યાદ કરે છે, એમનું કાલ્પનિક પાત્ર ‘સોનલ’તો જિજ્ઞાસા જગાડે એટલું લોકપ્રિય થયેલું
 • તેઓ મુખ્યત્વે ગીતકવિ છે : “ગોરમાને પાંચે આંગળીએ…” , “હવે આંખોનું નામ…” , “ તમને ફૂલ દીધાનું યાદ…” ,  “ વરસાદ ભીંજવે …”  ,  “ સૈ,મને ચૂંટી તો ખણ…”  ,  “ શું છે …?”  ,             “ દરિયાઊ શમણે આવ્યા …” , “બાળપણનું રૂસણું..” ,  “ તકતા ને આંગળીઑ ફૂટી ….” અને “ તારો મેવાડ મીરા છોડશે …” જેવા ઉત્તમ ગીત કવિના સર્જક વ્યક્તિત્વને ઉત્તમ રીતે પ્રગટ કરી આપે છે.
 • કાળ સાચવે પગલાં (૨૦૦૯) તેમના મિત્ર નિતિન વડગામા વડે સંપાદિત અને પ્રકાશિત મરણોત્તર કાવ્યસંગ્રહ છે.
 • તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્યાં’ 1970માં પ્રગટ થતાં તેમની એક અગ્રણી કવિ તરીકે ગણના થવા માંડી.
 • ‘ક્યાં’ ઉપરાંત તેમની પાસેથી ‘ખડિંગ’ (1980), ‘ત્વ’ (1980), ‘સનનન’ (1981), ‘ખમ્મા, આલા બાપુને !’ (1985), ‘મીરાં સામે પાર’ (1986), ‘વિતાન સુદ બીજ’ (1989) વગેરે કાવ્યસંગ્રહો મળ્યા છે.
 • તેમની ‘ક્યાં’ કાવ્યસંગ્રહથી લઈને સ્વાગતપર્વ સુધીની બધી કાવ્યરચનાઓ ને એકઠી કરી ને ‘છ અક્ષર નું નામ’ માં સમાવેશ કરવા માં આવી હતી.
 • 1993 માં તેમના કાવ્યસંગ્રહ ‘છ અક્ષર નું નામ’ ની સન્માન યાત્રા તેમની હાજરી માં કાઢવા માં આવી હતી.
 • એકમાત્ર ગુજરાતી કવિ જેમનું જાહેર જનતા એ આ રીતે સન્માન કર્યું હોય.
 • સૌ પ્રથમ કવિતા ચશ્માં ના કાચ પર રે મઠ ના “કૃતિ” સામાયિક માં માં છપાયી હતી.
 • ‘સોનલ’ રમેશ પારેખની કાલ્પનિક કાવ્ય મૂર્તિ હતી.
 • માનવીની ભવાઈ અને નસીબની બલિહારી ફિલ્મ માટે શ્રેષ્ઠ ગીત રચનાકાર નો પુરસ્કાર મળ્યો હતો.
 • ‘સગપણ એક ઉખાણું’ (1992) તેમનું ત્રિઅંકી નાટક છે.
 • ‘હાઉક’ (1979), ‘ચીં’, ‘હસીએ ખુલ્લમ્ખુલ્લા’, ‘ચપટી વગાડતાં આવડી ગઈ’ (1997) એ બાળકાવ્યસંગ્રહો છે.
 • ‘દે તાલ્લી’ (1980), ‘હફરક લફરક’, ‘જંતરમંતર છૂ’, ‘અજબ ગજબનો ખજાનો’ (2001), ‘જાદુઈ દીવો’ વગેરે બાળવાર્તાસંગ્રહોમાં બાળકનું મનોરાજ્ય ઝિલાયું છે
 • ‘જાદુઈ દીવો’ એમની છેલ્લી બાળવાર્તા છે, જેમાં તેમણે ‘અલાદ્દીન અને જાદુઈ ચિરાગ’એ જાણીતી વાર્તાને પોતાની આગવી રીતે રજૂ કરી છે.

પારિતોષિકો :

 • ૧૯૭૦માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક, ૧૯૮૩માં ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક, ૧૯૮૬માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૯માં કલા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
 • ખડિંગ પુસ્તક માટે તેમને ૧૯૭૮માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૭૮-૭૯નો ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
 • મીરા સામે પાર માટે તેમને ગિજુભાઇ બધેકા સુવર્ણ ચંદ્રક (૧૯૮૮) અને શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક, રાજ્ય ક્ક્ષાનો ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૯) મળ્યો હતો.
 • તેમના કાવ્ય સંગ્રહ વિતાન સુદ બીજ માટે ૧૯૯૪માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ જ પુસ્તક માટે તેમને રાજકુમાર ભુવલ્કા પુરસ્કાર પણ મળ્યો હતો.
 • તેમના સમગ્ર સર્જન માટે તેમને ૧૯૮૮માં સંસ્કાર પુરસ્કાર અને અમરેલી જિલ્લા પંચાયત કચેરી તરફથી કલાગૌરવ સુવર્ણ ચંદ્રક (૧૯૮૯) મળ્યો હતો.
 • ૨૦૦૪માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર એનાયત થયો હતો

1.)  હવે પાપણો મા અદાલત ભરાશે, મે સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.

2.)  દરિયાનુ નામ એણે કદી સાંભળ્યું નથી, ખાબોચિયાને ઠાઠ થી તરવા તે નીસર્યા.

3.)  આ હથેળી બહુ વહેમવાળી જગા છે, અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.

4.)  આ બાજુ જંગલ દહન દેમાર ચાલુ, રમેશ,આ બાજુ  કુંપળ ફૂટવાની કથા છે.

5.)  પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર? એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર?

Leave a Comment

Share this post