ઉત્કૃષ્ટ મહિલા ક્રિકેટરને સન્માનિત કરવા ન્યુઝીલેન્ડે ડેબી હોકલી મેડલની રજૂઆત કરી

ઉત્કૃષ્ટ મહિલા ક્રિકેટરને સન્માનિત કરવા ન્યુઝીલેન્ડે ડેબી હોકલી મેડલની રજૂઆત કરી

  • ન્યુઝીલેન્ડ ક્રિકેટે ઉત્કૃષ્ટ મહિલા ક્રિકેટરને સન્માનિત કરવા ડેબી હોકલી મેડલની રજૂઆતની જાહેરાત કરી હતી.
  • ક્રિકેટર ડેબી હોકલીએ 1979 થી 2000 સુધી ન્યૂઝીલેન્ડ માટે 118 વનડે અને 19 ટેસ્ટ રમી હતી.
  • હોકલી બેલિન્ડા ક્લાર્ક (ઓસ્ટ્રેલિયા), એનિડ બેકવેલ અને રાચેલ હેહો-ફ્લિન્ટ (ઇંગ્લેન્ડ) પછી ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનારી ચોથી મહિલા હતી.
  • ન્યૂઝીલેન્ડે વર્ષના ઉત્કૃષ્ટ પુરૂષ ક્રિકેટર માટે સર રિચર્ડ હેડલી મેડલ એનાયત કરે છે.
  • New Zealand Cricket Council(NZC)ના પ્રમુખ તરીકે ચૂંટાયેલી તે પ્રથમ મહિલા હતી.
  • વર્ષ 1999ના નવા વર્ષના સન્માનમાં, તેણીને ક્રિકેટની સેવાઓ માટે ન્યુઝીલેન્ડ ઓર્ડર ઓફ મેરિટની સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવી હતી અને વર્ષ 2021માં, ક્રિકેટની સેવાઓ માટે પણ ન્યુઝીલેન્ડ ઓર્ડર ઓફ મેરિટની કમ્પેનિયન તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

Leave a Comment

Share this post