દેવેન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ

દેવેન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ(જન્મ:15 મે,1817;અવસાન:19જાન્યુઆરી,1905)

 • તત્ત્વચિંતક અને ધર્મસુધારક. કૉલકાતાના અતિ શ્રીમંત જમીનદાર ‘પ્રિન્સ’ દ્વારકાનાથ ટાગોરના સૌથી મોટા પુત્ર.
 • તેમના પુત્રોએ વિવિધ પ્રવૃત્તિક્ષેત્રોમાં નામના કાઢી; તેમાંના એક તે કવિ રવીન્દ્રનાથ.
 • બંગાળી ભાષાના પ્રસાર માટે તેમણે ‘સર્વ તત્વદીપિકા સભા’ની સ્થાપના કરી (1832).
 • તેના આધારે 1839માં પોતાના ઘરમાં જ તેમણે ‘તત્વબોધિની સભા’ની સ્થાપના કરી.
 • તેમણે પાઠશાળા નામની શિક્ષણસંસ્થા સ્થાપી (1840), પણ આર્થિક વિટંબણાના કારણે તે 1848માં બંધ કરવી પડી;
 • રાષ્ટ્રવિરોધી તથા હિંદુવિરોધી શિક્ષણપ્રથાનો પ્રભાવ ખાળવા તેમણે ‘હિંદુ હિતાર્થી વિદ્યાલય’ની સ્થાપના કરી (1846).
 • ‘ધ બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન’ની સ્થાપના (1851)
 • બોલપુરમાં જમીન ખરીદી ‘બ્રહ્મચર્યાશ્રમ’ની સ્થાપના કરી. આ જ સ્થળે પાછળથી રવીન્દ્રનાથે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીની નામના મેળવનાર ‘શાંતિ નિકેતન’ની સ્થાપના કરી.
 • તેમનું થોકબંધ લખાણ બંગાળીમાં જ લખાયેલું છે.
 • તેમના એક પુસ્તકનું ‘વેદાન્તિક જૉક્ટ્રિન્સ વિન્ડિકેટેડ’ (1845) નામે અંગ્રેજીમાં ભાષાંતર થયું છે.
 • સંસ્કૃત ધર્મગ્રંથો વિશે બંગાળીમાં લખાયેલું ભાષ્ય ‘બ્રાહ્મોધર્મ’ તેમની શ્રેષ્ઠ કૃતિ મનાય છે.

Leave a Comment

Share this post