ભારત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા ઇનોવેશન ફંડની શરૂઆત

ડીપ ટેક સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા ઇનોવેશન ફંડની શરૂઆત

 • ડીપ ટેક અથવા ડીપ ટેકનોલોજી એ સ્ટાર્ટઅપ વ્યવસાયોના વર્ગનો ઉલ્લેખ કરે છે, જે મૂર્ત ઇજનેરી નવીનતા(tangible engineering innovation) અથવા વૈજ્ઞાનિક શોધો અને લાભોના આધારે નવી તકો વિકસાવે છે.
 • સામાન્ય રીતે, ડીપ ટેક સ્ટાર્ટ અપ કૃષિ, જીવન, વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, એરોસ્પેસ અને હરિતઉર્જા પર કાર્ય કરે છે, પરંતુ તે સુધી મર્યાદિત નથી.
 • વર્તમાનમાં કૃત્રિમ બુદ્ધિ મત્તા(AI), એડવાન્સ મટિરિયલ્સ, બાયોટેકનોલોજી, રોબોટિક્સ, ડ્રોન, ફોટોનિક્સ અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જેવા ડીપ ટેક ક્ષેત્રોએ ખૂબ જ પ્રગતિ કરી છે.

ડીપ ટેકની લાક્ષણિક્તાઓ

 • ડીપ ટેક આધરિત નવીનતમ સંશોધન જીવન, અર્થતંત્ર અને સમાજમાં પરિવર્તન લાવે છે.
 • ડીપ ટેકને વિકસાવવા અને બજાર માટે તૈયાર પરિપક્વતા સુધી પહોંચવા માટેનો સમય શરૂઆતના તબક્કાની ટેકનોલોજીનાવિકાસ કરતાં વધારે લાગે છે.
 • ડીપ ટેકના સંશોધન અને વિકાસ પ્રોટોટાયપિંગ અને ટેકનોલોજી વિકાસ માટે ઘણી વખત પ્રારંભિક તબક્કાના ભંડોળની આવશ્યકતા રહે છે.

ભારતમાં ડીપ ટેક સ્ટાર્ટઅપની સ્થિતિ

 • ભારતમાં વર્ષ 2021ના અંત સુધીમાં 3,000થી વધુ ડીપ ટેક સ્ટાર્ટઅપ હતા. જે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), મશીન લર્નિગ(ML), ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), બિગ ડેટા, ક્વાંટમ કમ્પુટિંગ, રોબોટિક્સ વગેરે જેવા ક્ષેત્રોમાં હતા.
 • NASSCOM અનુસાર, ભારતમાં ડીપ ટેક સ્ટાર્ટઅપે વર્ષ 2021માં વેન્ચર ફાંડિંગમાં 7 બિલિયન ડોલર ભંડોળ એકત્રિત કર્યું હતું, જે વર્તમાનમાં એકંદર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં 12% થી વધુ હિસ્સો ધરાવે છે.
 • છેલ્લા દાયકમાં ભારતની ડીપ ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ 53% જેટલી વધી છે તેમજ તે અમેરિકા, ચીન, ઈઝરાયેલ, અને યુરોપ જેવા વિકસિત બજારોની સમકક્ષ છે.
 • ભારતમાં ડીપ ટેક સ્ટાર્ટઅપમાં બેંગલુરુનો હિસ્સો 25 થી 30% જેટલો છે, ત્યારબાદ દિલ્હીનો હિસ્સો 15 થી 20% અને મુંબઈનો હિસ્સો 10 થી 12% જેટલો છે.
 • વર્તમાનમાં ડીપ ટેક સ્ટાર્ટઅપ ડ્રોન ડિલિવરી અને કોલ્ડ ચેઇન મેનેજમેન્ટથી લઈને આબોહવા પરિવર્તન અને સ્વચ્છ ઊર્જા જેવા ક્ષેત્રોમાં પણ કાર્યરત છે.

ડીપ ટેક સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓ

 • નીતિ આયોગના અટલા ઇનોવેશન મિશન(ATM) અંતર્ગત ‘અટલ ન્યુ ઈન્ડિયા ચેલેન્જ’ની શરૂઆત કરવામાં આવી હતી. જેનો ઉદેશ ખાસ કરીને ટેકનોલોજી આધારિત ક્ષેત્રોમાં ઇનોવેશન હબ, ગ્રાન્ડ ચેલેન્જીસ, સ્ટાર્ટઅપ બિઝનેસ અને અન્ય સ્વરોજગાર પ્રવૃત્તિઓના પ્રચાર માટે એક પ્લેટફોર્મ તરીકે સેવાઓ આપવાનો છે.
 • વર્ષ 2021માં NASSCOM ( National Association of Software and Service Companies) દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ડીપ ટેક ક્લબ – 2.0’નો મુખ્ય ઉદ્દેશ આ ક્ષેત્રમાં કાર્યરત 1000થી પણ વધુ કંપનીઓને પ્રોત્સાહિત કરવાનો હતો.

Leave a Comment

Share this post