દીપોર બીલ – અસામ

તાજેતરમાં, અસામ વન વિભાગના ગુવાહાટી વન્યજીવ વિભાગે અસમની એકમાત્ર રામસર સાઇટ એવી દીપોર બીલ વેટલેન્ડમાં 2જી પક્ષી પ્રજાતિ ગણતરીની કવાયત હાથ ધરી હતી.

  • પક્ષી ગણતરીની કવાયત સાથે સ્પોટ બર્ડ ફોટોગ્રાફી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
  • ગુવાહાટી વન્યજીવ વિભાગ દ્વારા પક્ષી ગણતરીની કવાયતનું આ સતત બીજું વર્ષ છે.
  • 97 પ્રજાતિઓના થઇને કુલ 26,747 પક્ષીઓ મળી આવ્યા હતા.
  • તે આસામના સૌથી મોટા તાજા પાણીના તળાવોમાંનું એક છે જેને બર્ડલાઇફ ઇન્ટરનેશનલ દ્વારા એક મહત્વપૂર્ણ પક્ષી વિસ્તાર તરીકે પણ ઘોષિત કરવામાં આવેલ છે.

દીપોર બીલ :

  • તે આસામના સૌથી મોટા તાજા પાણીના સરોવરો પૈકીનું એક છે અને બર્ડલાઈફ ઈન્ટરનેશનલ દ્વારા મહત્વપૂર્ણ પક્ષી વિસ્તાર જાહેર કરવા ઉપરાંત રાજ્યનું એકમાત્ર રામસર સ્થળ છે.
  • તે આસામના ગુવાહાટી શહેરની દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે અને તે બ્રહ્મપુત્રા નદીની ભૂતપૂર્વ જળ ચેનલ છે.
  • આ સરોવર ઉનાળામાં 30 ચોરસ કિ.મી. અને  શિયાળામાં લગભગ 10 ચોરસ કિમી સુધી ઘટે છે.
  • આ વેટલેન્ડ (બીલ) ની અંદર  4.1 ચોરસ કિમીમાં વન્યજીવ અભયારણ્ય સ્થિત છે.

Leave a Comment

Share this post