દેસાઈ નારાયણ મહાદેવભાઈ

દેસાઈ નારાયણ મહાદેવભાઈ

 • ‘ગાંધીજીના હનુમાન’ અને અંગત સચિવ મહાદેવ દેસાઈના પુત્ર, ‘ગાંધીજીનો બાબલો’ અને પ્રસિદ્ધ ગાંધીવાદી ચિંતક નારાયણ દેસાઈની આજે પુણ્યતિથિ છે.નારાયણ દેસાઈનું 15 માર્ચ 2015ના રોજ અવસાન થયું હતું.
 • પૂરું નામ: દેસાઈ નારાયણ મહાદેવભાઈ
 • જન્મ: 24 ડિસેમ્બર,1924 (વલસાડ)
 • પ્રખ્યાત કાર્ય : ગાંધી કથા
 • તેઓ ગાંધીજીને વર્તમાનપત્રો વાંચી સંભળાવતા. નારાયણભાઈએ ‘વસ્ત્રવિદ્યા’ એટલે કાંતણ-વણાટ તથા ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, હિંદી, બંગાળી, મરાઠી અને ઊડિયા ભાષાઓનો અભ્યાસ કર્યો હતો.1962માં અખિલ ભારત શાંતિસેના મંડળ સ્થાપવામાં આવ્યું ત્યારે જયપ્રકાશ નારાયણ તેના અધ્યક્ષ અને નારાયણ તેના મંત્રી બન્યા. પુસ્તક હિંદીમાં ‘વિશ્વ કી તરુણાઈ’ નામથી પ્રગટ કર્યું.
 • તેમણે ‘દુષ્કાળ વિરુદ્ધ યુવાન’ (Youth against Famine) નામની યોજના 1973માં ભારત સરકાર સમક્ષ રજૂ કરી. આયોજન પંચે તે યોજના સ્વીકારી અને તદનુસાર 65 હજાર યુવકોને તાલીમ આપવામાં આવી.
 • 1975માં દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે નારાયણ દેસાઈ ગુજરાતમાં આવ્યા અને ‘સરમુખત્યારશાહીને સમજીએ’, ‘કૉંગ્રેસજનોં કો ખુલા પત્ર’, અહિંસક પ્રતિકાર’ તથા ‘અહિંસક પ્રતિકારની પદ્ધતિઓ’ – એમ ચાર પુસ્તિકાઓ પ્રગટ કરી. તેમાંની પ્રથમ ત્રણ ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો.
 • તેમણે ગુજરાતી સામયિક ‘ભૂમિપુત્ર’માં લેખો લખ્યા. તેમાંના એક લેખ માટે સરકારે ‘ભૂમિપુત્ર’ વિરુદ્ધ અદાલતમાં કેસ કર્યો અને દેસાઈ પણ તે કાનૂની લડાઈમાં જોડાયા. કટોકટી દરમિયાન તેમણે હિન્દીમાં ‘યકીન’ અખબાર શરૂ કર્યું, પરંતુ સરકારે રૂપિયા પચીસ હજારની જામીનગીરી માગવાથી તેને બંધ કરવું પડયું હતું.
 • ગાંધીજીનાં સંસ્મરણો વર્ણવતા તેમના ગુજરાતી પુસ્તક ‘સંત સેવતાં સુકૃત વાધે’ને ગુજરાત સરકારે પુરસ્કાર આપ્યો હતો. તેમણે તેમના પિતા મહાદેવભાઈનું જીવનચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ નામથી લખ્યું છે.તેમણે ગાંધીજીનું વિસ્તૃત જીવનચરિત્ર ‘‘મારું જીવન એ જ મારી વાણી’’ શીર્ષક હેઠળ ચાર ભાગમાં લખ્યું છે. તેમને ગુજરાત સાહિત્ય સભા તરફથી ઈ. સ. 2૦૦1માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે.
 • ગાંધીજી વિશે તેમણે ‘ગાંધીકથા’ કહેવાના કાર્યક્રમો કર્યા છે. તેમને 1999માં જમનાલાલ બજાજ ઍવૉર્ડ, તથા 1998માં યુનેસ્કો તરફથી મદનજિત સિંહ ઇનામ અહિંસા અને સહિષ્ણુતાના પ્રચાર માટે મળ્યાં છે.
 • તેમને 2004માં ભારતીય જ્ઞાનપીઠ તરફથી મહાત્મા ગાંધીનું જીવનચરિત્ર લખવા માટે 18મો મૂર્તિદેવી ઍવૉર્ડ એનાયત થયો છે. તેઓ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પદે પણ રહી ચૂક્યા છે.

સર્જન

 • સંત સેવતાં સુકૃત વાધે (1967), સર્વોદય શું છે? (1968), ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે? (1969), અહિંસક પ્રતિકારની કહાણી (1975)
 • સોનાર બાંગ્લા (1972) અને લેનિન અને ભારત (1976) ઇતિહાસ અને રાજકારણને લગતાં પુસ્તકો છે. વેડછીનો વડલો (1984)નું એમણે સંપાદન કર્યું છે.
 • માટીનો માનવી (1964) અને રવિછબી (1979) એમના અનુવાદો છે.

Leave a Comment

Share this post