ઓડિશામાં ધનુ યાત્રા ઉત્સવ ઉજવાયો

ધનુ યાત્રા ઉત્સવ

  • ઓડિશામાં આવેલા બારગઢ શહેર ખાતે 27 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી, 2023 દરમિયાન 11 દિવસ લાંબા ચાલનારા ધનુ યાત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેને ‘ડાંગરની કાપણીના ઉત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • 1947-48માં દેશની આઝાદીના અવસર પર આયોજિત ઉત્સવ તરીકે ‘ધનુ યાત્રા’ શરૂ થઈ હતી, ત્યારથી દર વર્ષે આ તહેવારનું આયોજન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે તહેવાર ઊજવણીના 75 વર્ષ પણ પુરા થાય છે.

ધનુ યાત્રા ઉત્સવ વિશે

  • ધનુ યાત્રાએ વાર્ષિક ઓપન-એર થિયેટર પર્ફોર્મન્સ છે અને જે થિયેટરમાં તે રજૂ થાય છે તે લગભગ 5 ચો.કિ.મી.ની ત્રિજ્યામાં ફેલાયેલું વિશ્વનું સૌથી મોટું ઓપન-એર થિયેટર છે.
  • માન્યતા મુજબ ધનુ યાત્રા એ નવા રચાયેલા ભારતની આઝાદીની ઉજવણીનો એક ભાગ છે, જેમાં કંસનો અંત પરાજિત અંગ્રેજોને દર્શાવે છે. એવું કહેવાય છે કે ધનુ જાત્રા ઉત્સવની આ પરંપરા વર્ષ 1948માં કેટલાક મજૂર વર્ગના કામદારો દ્વારા શરૂ કરવામાં આવી હતી.
  • ધનુ જાત્રા ઉત્સવ હિંદુ કેલેન્ડર અનુસાર પુષ્ય મહિનામાં (પોષ શુક્લના પાંચમના દિવસે શરૂ થાય છે અને પોષ પૂર્ણિમાના રોજ સમાપ્ત) આયોજિત કરવામાં આવે છે, જે દર વર્ષે અંગ્રેજી કેલેન્ડરના ડિસેમ્બર કે જાન્યુઆરી માસમાં આયોજિત કરવામાં આવે છે.
  • ઉત્સવની થીમ કૃષ્ણ લીલા અને તેમના મથુરા વિજય પર આધારિત છે. આ ઘટનાનો અમલ કંસની બહેન દેવકીના લગ્નથી શરૂ થાય છે, ત્યારબાદ કંસનું સિંહાસન પર બેસવું, તેના પિતાથી અલગ થવું, અને અંતે, કંસના વધ સાથે આ નાટ્યક્રમ સમાપ્ત થાય છે.
  • આ તહેવાર દરમિયાન, બારગઢ નગરપાલિકા અસ્થાયી રૂપે મથુરાપુરીને કંસના સામ્રાજ્ય રૂપે અંકિત કરે છે. નજીકમાં વહેતી જીરા નદી એ યમુનાનું પ્રતિનિધિત્વ કરે છે.

1 thought on “ઓડિશામાં ધનુ યાત્રા ઉત્સવ ઉજવાયો”

Leave a Comment

Share this post