ડોમેસ્ટિક સિસ્ટમલી ઈમ્પોર્ટન્ટ બેંક્સ

  • કોઈપણ દેશની નાણાકીય વ્યવસ્થાને મજબૂત રાખવામાં તે દેશની બેંકોની મહત્ત્વની ભૂમિકા હોય છે.
  • આવી બેંકોની નાણાકીય વ્યવસ્થામાં અસ્થિરતા સર્જાતાં સમગ્ર અર્થતંત્રને નુકસાન થાય છે અને દેશમાં નાણાકીય કટોકટીની કે ફુગાવો-મંદીની પણ સંભાવના વધી જાય છે. તેથી આવી બેંકો વધુ નિયમનકારી આવશ્યકતાઓ ધરાવે છે.
  • આમ, દેશના અર્થતંત્રના સુચારું સંચાલન માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતી બેંકોને ભારતીય રિઝર્વ બેંક દ્વારા ‘ડોમેસ્ટિક સિસ્ટમલી ઈમ્પોર્ટન્ટ બેંક્સ (D-SIBs)’ તરીકે ઓળખાવામાં આવી છે.
  • ભારતીય રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં જ જાહેર થયેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે SBI, ICICI બેંક અને HDFC બેંક એ ભારતમાં ડોમેસ્ટિક સિસ્ટમલી ઈમ્પોર્ટન્ટ બેંક્સ તરીકેનો દરજ્જો ધરાવે છે.
  • ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2014માં ડોમેસ્ટિક સિસ્ટમલી ઈમ્પોર્ટન્ટ બેંક્સ માટેનું માળખું જાહેર કરાયા બાદ 2015ના વર્ષથી ડોમેસ્ટિક સિસ્ટમલી ઈમ્પોર્ટન્ટ બેંક્સની યાદી બહાર પાડવામાં આવી રહી છે.
  • ભારતીય રિઝર્વ બેંક દ્વારા 2015, 2016 અને 2017ના વર્ષમાં અનુક્રમે SBI, ICICI અને HDFC બેંકને ડોમેસ્ટિક સિસ્ટમલી ઈમ્પોર્ટન્ટ બેંક્સ તરીકે જાહેર કરવામાં આવી હતી.
  • રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં તેમના મહત્વ અનુસાર આવી બેંકોને પાંચ બકેટમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ICICI બેંક અને HDFC બેંકને બકેટ 1માં જ્યારે SBIને બકેટ 3માં મૂકવામાં આવી છે.

Leave a Comment

TOPICS : ,

Share this post