ડૉ.અભય જેરે AICTE ના વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત

ડૉ.અભય જેરે AICTEના વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત

  • હાલમાં જ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)ના વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરાયેલા ડૉ. અભય જેરેએ AICTE મુખ્યાલય, દિલ્હી ખાતે ચાર્જ સંભાળ્યો હતો.ડૉ. અભય જેરે સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં ચીફ ઈનોવેશન ઓફિસર હતા. ડૉ. અભય જેરેની નિમણૂક ત્રણ વર્ષના સમયગાળા માટે અથવા 65 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી અથવા આગળના આદેશો સુધી, જે વહેલું હોય તે થાય.

AICTE : All India Council for Technical Education

  • ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) એક વૈધાનિક સંસ્થા છે, અને ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ ટેકનિકલ શિક્ષણ માટેની રાષ્ટ્રીય સ્તરની કાઉન્સિલ છે.
  • તેની સ્થાપના નવેમ્બર 1945માં રાષ્ટ્રીય સ્તરની સર્વોચ્ચ સલાહકાર સંસ્થા તરીકે કરવામાં આવી હતી.
  • રચના: નવેમ્બર 1945
  • મુખ્યમથક:  નવી દિલ્હી
  • અધ્યક્ષ: ટી જી સીતારામ
  • ઉપાધ્યક્ષ: ડો.અભય જેરે
  • 1987માં સંસદના અધિનિયમ દ્વારા વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો.

Leave a Comment

Share this post