ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125 ફૂટની ભવ્ય પ્રતિમાનું અનાવરણ

ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125 ફૂટની ભવ્ય પ્રતિમાનું અનાવરણ

  • તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ  કર્યું . પ્રતિમાના આર્મેચર સ્ટ્રક્ચરમાં 360 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 114 ટન બ્રોન્ઝનો ઉપયોગ પ્રતિમાના કાસ્ટિંગમાં કરવામાં આવ્યો છે.
  • આ મૂર્તિને તૈયાર કરવામાં કુલ 146.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, આ મૂર્તિ તૈયાર કરવાની જવાબદારી KPC પ્રોજેક્ટ્સ લિમિટેડને આપવામાં આવી હતી. આ મૂર્તિ જેના પર બનાવવામાં આવી છે તેનો કુલ વિસ્તાર 26,258 ચોરસ ફૂટ છે. આ મૂર્તિમાં બાબા સાહેબનો ઈતિહાસ દર્શાવતુ એક મ્યુઝિયમ પણ હશે. તેની કુલ ઊંચાઈ 175 ફૂટ છે, જેમાં 50 ફૂટ ઊંચો ગોળાકાર આધાર ભારતની સંસદની ઈમારત જેવો છે. પ્રતિમાનું વજન 474 ટન છે.

ડિઝાઇનર્સ

  • તે ઉત્તર પ્રદેશના નોઇડામાં આવેલા રામ સુતાર આર્ટ ક્રિએશનના પ્રખ્યાત શિલ્પકાર રામ વનજી સુતાર અને તેમના પુત્ર અનિલ રામ સુતાર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યુ ઑફ યુનિટી (597 ફૂટ) સહિત અનેક સ્મારક શિલ્પો પણ ડિઝાઇન કર્યા હતા.

Leave a Comment

TOPICS : ,

Share this post