ડૉ. હસમુખ અઢિયા અને એસ.એસ. રાઠૌર મુખ્યમંત્રીના સલાહકારપદે નિયુક્ત

ડૉ. હસમુખ અઢિયા અને એસ.એસ. રાઠૌર મુખ્યમંત્રીના સલાહકારપદે નિયુક્ત

 • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી સરકારમાં તેમના પ્રિન્સિપલ એડવાઇઝર (મુખ્ય સલાહકાર) તરીકે નિવૃત્ત આઇએએસ ડૉ. હસમુખ અઢિયાની તથા એડવાઇઝર(સલાહકાર) તરીકે નિવૃત્ત અધિકારી એસ.એસ. રાઠૌરની નિયુક્તિ કરી છે.

મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે ડૉ. હસમુખ અઢિયા

 • ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય નાણા સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવાઓ આપી 30 નવેમ્બર, 2018 ના રોજ નિવૃત્ત થયા છે.
 • તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે.
 • નાણા અને મહેસૂલ સચિવ તરીકે તેમને ભારતમાં GSTના સફળ અમલીકરણનો શ્રેય આપવામાં આવે છે.
 • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક થતા તેઓ મુખ્યમંત્રીશ્રીને નાણા, આર્થિક બાબતો, શિક્ષણ, ઊર્જા અને બિનપરંપરાગત ઊર્જા રોકાણોને લગતી બધી જ પોલિસી અને તેનું મોનિટરિંગ તથા રાજ્ય સરકાર દ્વારા અન્ય જે ક્ષેત્રો નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો-વિષયોમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર તરીકે સેવાઓ આપશે.
 • તેઓનો કાર્યકાળ મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળની અવધિ સુધી અથવા તો અન્ય આદેશો ના થાય ત્યાં સુધી બેમાંથી જે વહેલાં હશે ત્યાં સુધીનો રહેશે.

મુખ્યમંત્રીના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિમણૂક

 • સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી છે, તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ 2014માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે.
 • આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી તેઓને વર્ષ 2018માં સન્માનિત કરવામાં આવ્યા હતા.
 • તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પાંચ વર્ષ સેવાઓ આપી છે.
 • ગુજરાતના મુખ્ય રાજમાર્ગોને વિક્સાવવાનો શ્રેય તેમને જાય છે. તેઓએ બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર(BOT) રોડ ડેવલપમેન્ટ મોડેલ રજૂ કર્યું, ભારતમાં આ પ્રકારનું સૌપ્રથમ મોડેલ છે.
 • ગુજરાતના ‘હાઇવે અને કેનાલ મેન’ તરીકે પણ તેઓ પ્રખ્યાત છે.
 • તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ, ઇન્ડિયા અને ઇન્ડિયન રોડ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને વર્લ્ડ ફેડરેશન ઓફ એન્જિનિયરિંગ ઓર્ગેનાઇઝેશનના વાઇસ પ્રેસિડેન્ટ છે.
 • (જુલાઇ 2019થી) તેઓ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે અને મેટ્રો ફેજ-1 નું કામ તેમના માર્ગદર્શનથી પૂર્ણ કરાયું છે.
 • તેઓ મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન નાગરિક ઉડ્ડયન, મેટ્રોરેલ પ્રોજેક્ટ અને રેલવેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં સંબંધિત મોનિટરિંગ અને પોલિસીના સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે.
 • આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ તેઓ મુખ્યમંત્રીશ્રીના સલાહકાર રહેશે.
 • તેઓનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીનો રહેશે.

Leave a Comment

Share this post